Home Gujarat Vadodara Vadodara Vmc Ward 1 Election Result Dispute Ami Rawat Petition

વડોદરા મનપા ચૂંટણી બાદ કોર્ટમાં ઘમાસાણ : વોર્ડ નં.1 ના પરિણામ સામે કોંગ્રેસ નેતા અમી રાવતની પિટિશન, 17 પક્ષકારોને નોટિસ

Vadodara News
Published by: Viral Patel
Last Updated: May 08, 2026, 04:55 AM IST

Vadodara News: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો બાદ હવે કાયદાકીય જંગ છેડાયો છે. શહેરના વોર્ડ નં. 1 ના પરિણામોમાં ગંભીર ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના અગ્રણી નેતા અમી રાવતે કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. આ પિટિશનને ગ્રાહ્ય રાખતા પ્રિન્સિપાલ સિવિલ સિનિયર જજે રાજ્ય ચૂંટણી કમિશનર, જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી સહિત કુલ 17 પક્ષકારોને નોટિસ ફટકારી છે.

ગાંધીનગરનો યુવક 'મોયા મોયા' બીમારીનો શિકાર : આયુર્વેદિક સારવાર બાદ ફરી ચાલતો થતા પરિવારને બંધાઈ નવી આશ

પરિણામ પત્રકમાં ચેડાંનો ગંભીર આક્ષેપ

અમી રાવત દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશનમાં જણાવાયું છે કે, વોર્ડ નં. 1 ની ચૂંટણી બાદ જ્યારે પ્રથમ આખરી પરિણામ જાહેર કરવામાં આવ્યું ત્યારે તેઓ વિજેતા જાહેર થયા હતા. જોકે, આક્ષેપ કરવામાં આવ્યો છે કે ત્યારબાદ ચૂંટણી અધિકારીએ સત્તાનો દુરુપયોગ કરી પરિણામના સત્તાવાર પત્રકમાં ગેરકાયદેસર રીતે ચેડાં કર્યા હતા. આ મેનીપ્યુલેશનને કારણે વિજેતા ઉમેદવારનું પરિણામ બદલાઈ ગયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

રિકાઉન્ટિંગની માંગ

પિટિશનમાં મુખ્યત્વે બે માંગણીઓ કરવામાં આવી છે. વોર્ડ નં. 1 ના તમામ મતોનું ફરીથી નિષ્પક્ષ રીતે રિકાઉન્ટિંગ (પુનઃ મતગણતરી) કરવામાં આવે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જાળવવામાં આવેલા રેકોર્ડ અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે.

PM મોદીનો ગુજરાત પ્રવાસ : જામનગરમાં રોશનીનો શણગાર અને વડોદરામાં ભવ્ય રોડ-શોનું કાઉન્ટડાઉન શરૂ, જાણો વડાપ્રધાનનો સમગ્ર શિડ્યુલ

કોર્ટની કાર્યવાહી

આ મામલે સુનાવણી હાથ ધરતા પ્રિન્સિપાલ સિવિલ સિનિયર જજે મામલાની ગંભીરતાને ધ્યાને લીધી છે. કોર્ટે આ પ્રક્રિયામાં સંકળાયેલા તમામ જવાબદાર અધિકારીઓ અને સામેના પક્ષના વિજેતા ઉમેદવારો સહિત 17 જણાને નોટિસ પાઠવી છે. આ કેસની આગામી સુનાવણીમાં ચૂંટણી અધિકારીએ રજૂ કરેલા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. જો આ આક્ષેપો સાબિત થશે, તો વડોદરા મહાનગરપાલિકાના રાજકારણમાં મોટો ભૂકંપ આવી શકે તેમ છે. હાલમાં આ કાયદાકીય લડાઈએ શહેરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now