Home Gujarat Vadodara Pm Modi Gujarat Visit Jamnagar Lights Vadodara Roadshow Route Details Sardardham

PM મોદીનો ગુજરાત પ્રવાસ : જામનગરમાં રોશનીનો શણગાર અને વડોદરામાં ભવ્ય રોડ-શોનું કાઉન્ટડાઉન શરૂ, જાણો વડાપ્રધાનનો સમગ્ર શિડ્યુલ

PM MODI GUJARAT VISIT
Published by: Nirali Gohil
Last Updated: May 08, 2026, 04:37 AM IST

ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર પોતાના હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેમના સ્વાગત માટે રાજ્યના મહાનગરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના પ્રવાસને લઈને વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જામનગર શહેરને દુલ્હનની જેમ લાઈટિંગથી શણગારવામાં આવ્યું છે, તો બીજી તરફ સંસ્કારી નગરી વડોદરામાં વડાપ્રધાનના ભવ્ય રોડ-શો માટેના આયોજનોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ મુલાકાત દરમિયાન PM મોદી અનેક વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે, જેનાથી ગુજરાતની વિકાસયાત્રાને વધુ વેગ મળશે.

જામનગરમાં દિવાળી જેવો માહોલ: રોશનીથી ઝળહળી ઉઠ્યું 'છોટા કાશી'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને વધાવવા માટે જામનગર શહેર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. શહેરના મુખ્ય માર્ગો, સરકારી ઇમારતો અને સર્કલોને આકર્ષક રોશનીથી ઝળહળતા કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને જામનગરના ઐતિહાસિક સ્થાનો અને મુખ્ય ચોક પર કરવામાં આવેલી લાઈટિંગ નાગરિકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. તંત્ર દ્વારા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે અને ડ્રોન સર્વેલન્સ દ્વારા સમગ્ર શહેર પર નજર રાખવામાં આવી રહી છે. જામનગરના લોકો પોતાના લોકપ્રિય નેતાને આવકારવા માટે અત્યંત આતુર છે.

આ પણ વાંચો: PM મોદી બનશે વડોદરાના મહેમાન : જાણો 11મી તારીખે શું છે વડાપ્રધાનનો મિનિટ-ટુ-મિનિટ પ્રોગ્રામ અને કયા માર્ગો રહેશે બંધ?

જામનગરના સર્કિટ હાઉસમાં કરશે રાત્રિ રોકાણ

આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન જામનગરમાં ભવ્ય રાત્રિ રોકાણ (Night Stay) કરવાના છે, જેને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના સર્કિટ હાઉસ (Circuit House) ‘રંગમતી ભવન’ને રિનોવેશન કરીને એકદમ આધુનિક લુક (Modern Look) આપવામાં આવ્યો છે. પીએમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીના સમગ્ર માર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત મોનિટરિંગ (Monitoring) કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ પણ પ્રકારની ઉણપ ન રહે.

વડોદરામાં ભવ્ય રોડ-શોનું આયોજન: ઈસ્ટ ઝોનથી સરદારધામ સુધી કેસરીયો માહોલ

વડોદરામાં પણ વડાપ્રધાનના સ્વાગત માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના પૂર્વ વિસ્તાર (East Zone) થી લઈને સરદારધામ સુધી એક ભવ્ય રોડ-શો યોજવાની યોજના છે. આ રોડ-શોના રૂટ પર ઠેર-ઠેર સ્વાગત સ્ટેજ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે તેવી શક્યતા છે. વડોદરાના માર્ગો પર વડાપ્રધાનના સ્વાગતના મોટા હોર્ડિંગ્સ અને બેનરો લગાવી દેવામાં આવ્યા છે.

એરપોર્ટથી અણખોલ સુધીનો રૂટ થશે ઝાકઝમાળ

વડાપ્રધાનના રોડ શોના રૂટને આકર્ષક બનાવવા માટે પાલિકાના વિવિધ વિભાગો રાત-દિવસ એક કરી રહ્યા છે. એરપોર્ટથી લઈને સરદારધામ સંકુલ સુધીના સમગ્ર માર્ગ પર સઘન સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. માર્ગોની મરામત, ડિવાઈડરનું ક્લીનિંગ અને કલરકામ કરવાની સાથે સમગ્ર રૂટ પર વિવિધ થીમ આધારિત રોશની કરવામાં આવશે. વધુમાં, માર્ગો પર આકર્ષક પ્લાન્ટેશન, વૃક્ષોનું ટ્રિમિંગ અને બ્રાન્ડિંગ દ્વારા શહેરને નવો લુક આપવામાં આવી રહ્યો છે. દબાણ હટાવવા અને ડ્રેનેજ લાઈનોની ચકાસણી જેવી પાયાની કામગીરી પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

વિકાસ કાર્યોની ભેટ: અનેક પ્રોજેક્ટ્સનું થશે લોકાર્પણ

આ પ્રવાસ માત્ર સ્વાગત પૂરતો મર્યાદિત નથી, પરંતુ ગુજરાતને કરોડો રૂપિયાના વિકાસકામોની ભેટ પણ મળવાની છે. વડાપ્રધાન જામનગર અને વડોદરામાં વિવિધ જનહિતના પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરશે. આમાં માળખાગત સુવિધાઓ, શિક્ષણ અને આરોગ્યને લગતા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. PM મોદીની આ મુલાકાત આગામી ચૂંટણીલક્ષી ગણિત અને સંગઠનની મજબૂતી માટે પણ ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો: વડોદરામાં રફ્તારનો કહેર : બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતા હવામાં ફંગોળાઈને પલટી ખાઈ ગઈ, કંપારી છૂટી જાય તેવા CCTV આવ્યા સામે

ટ્રાફિક અને પાર્કિંગ માટે ખાસ આયોજન

વડાપ્રધાનના કાર્યક્રમમાં લાખોની મેદની ઉમટી પડવાની શક્યતાને જોતા ટ્રાફિક વ્યવસ્થા જાળવવી એ તંત્ર માટે મોટો પડકાર છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું છે. કાર્યક્રમ સ્થળની આસપાસ વિશાળ પાર્કિંગ પ્લોટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે જેથી નાગરિકોને કોઈ અગવડ ન પડે. અધિકારીઓને ફિલ્ડમાં રહીને જ તમામ કામગીરીનું સીધું સુપરવિઝન કરવા સૂચના અપાઈ છે.

સુરક્ષા અને પ્રોટોકોલ: તંત્ર હાઈ એલર્ટ પર

વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને SPG (Special Protection Group) અને ગુજરાત પોલીસ દ્વારા કિલ્લેબંધી કરવામાં આવી છે. જે રૂટ પરથી વડાપ્રધાન પસાર થવાના છે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે ટ્રાફિક ડાયવર્ઝનના પ્લાન પણ જાહેર કરવામાં આવ્યા છે. વડાપ્રધાનના સ્વાગત માટે સમગ્ર ગુજરાતમાં અત્યારે 'મોદીમય' વાતાવરણ જોવા મળી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now