Home Gujarat Ahmedabad Ahmedabad Codeine Cough Syrup Illegal Sale Ndps Case

અમદાવાદમાં કફ સિરપનું વેચાણ કરતા 3 આરોપી ઝડપાયા : જાણો કેટલા રૂપિયાની કેટલી બોટલો મળી

3 આરોપીની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 06, 2026, 11:03 AM IST

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે કફ સિરપ (codeine)નું વેચાણ કરતી ટોળકી સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. NDPS Act હેઠળ ગુનો દાખલ કરીને 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. અમદાવાદ શહેરની વટાવા પોલીસે નશીલા પદાર્થોના વેચાણ પર રોક લગાવવા માટે ખાસ ડ્રાઈવ ચલાવી હતી પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પેટ્રોલિંગ અને ચકાસણી હાથ ધરવામાં આવી રહી હતી. બે અલગ અલગ કેસમાં કુલ 3 આરોપી ઝડપાયા છે. જેમની પાસેથી કફ સિરપ જપ્ત કરાઈ છે.

પ્રથમ કાર્યવાહી

પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે વટવાના સિદ્ધાર્થનગર વિસ્તારમાં રેપ પાડવામાં આવી હતી. આ દરમિયાન અહીંથી 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા, મોઈન અને મોસિન ઉર્ફે છગ્ગુ પાસેથી કોડીન ધરાવતી કફ સિરપની કુલ 30 બોટલ મળી આવી હતી. આ 30 બોટલની અંદાજીત કિંમત 4,752 રૂપિયા થાય છે.

આ પણ વાંચો: કચ્છમાં ડ્રગ્સનાં પેકેટ્સ મળ્યા બાદ મળી બિનવારસી પાકિસ્તાની બોટ : સુરક્ષા એજન્સીઓનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ

બીજી કાર્યવાહી

બીજા કેસમાં વટવાના વસંતગજેઈન્દ્ર ગઢકરનગર વિસ્તારમાંથી અબ્દુલ મુનાફ ઉર્ફે લાલપરી નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી 380 બોટલ કફ સિરપ મળી આવી હતી. 380 બોટલ કફ સિરપની અંદાજે 60,192 રૂપિયા જેટલી કિંમત થાય છે.

આ પણ વાંચો: જીવરાજ બ્રિજ હત્યા કેસમાં 3 ની ધરપકડ : ગર્ભપાતના વિવાદે લીધો વેવાઈનો જીવ

કાયદેસરની કાર્યવાહી

બંને કેસોમાં આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલુ છે. પોલીસ સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે અમદાવાદમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવી છે. શહેરમાં સતત સર્વેલન્સ અને પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now