Home Gujarat Ahmedabad Antf Codeine Cough Syrup Seizure Kagdapith 2026

અમદાવાદના કાંકરીયા વિસ્તારમાં ANTF નો દરોડો : નશીલી કફ સીરપના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

અમદાવાદના કાંકરીયા વિસ્તારમાં ANTF નો દરોડો
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 10:53 AM IST

અમદાવાદ શહેરમાં નશાબંધીના કડક અમલ વચ્ચે Anti Narcotics Task Force (ANTF) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલા દરોડામાં પ્રતિબંધિત કોડીન ફોસ્ફેટ યુક્ત કફ સીરપ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, 19 માર્ચ 2026ના રોજ ANTF અમદાવાદ ઝોનની ટીમે કાંકરીયા રેલવે યાર્ડ ગેટ સામે તેમજ કાંકરીયા ઝૂ AMTS બસ સ્ટેશન નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન સફેદ રંગના એક્સેસ સ્કૂટર પર આવી રહેલા શંકાસ્પદ વ્યક્તિને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેના પાસેથી ‘REXCRON T’ નામની કોડીન ફોસ્ફેટ ધરાવતી 70 કફ સીરપ બોટલો મળી આવી હતી.
પકડાયેલા આરોપીની ઓળખ આમીન અસલમભાઈ શેખ (ઉંમર 38, રહેવાસી બહેરામપુરા, અમદાવાદ) તરીકે કરવામાં આવી છે. જ્યારે હિતેશભાઈ ઉર્ફે સરદારજી નામનો એક આરોપી હાલ ફરાર હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ દરોડા દરમિયાન પોલીસે કુલ રૂ. 59,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 70 કફ સીરપ બોટલો (રૂ. 14,000), એક એક્સેસ સ્કૂટર (રૂ. 40,000), મોબાઈલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે.

આ કેસમાં પોલીસે NDPS Act 1985 ની કલમ 8(સી), 21(સી) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ કેસની વધુ તપાસ કાગડાપીઠ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે અને ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now