Home Gujarat Kutch Drugs Packets Bsf Patrol Lakhpat News

કચ્છમાં સતત ડ્રગ્સ મળતાં ચિંતા વધી : 4 દિવસમાં મળ્યા 47 પેકેટ કરાયા જપ્ત સુરક્ષા એજન્સીઓ એલર્ટ

ડગ્સની પેકેટની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 04, 2026, 02:00 PM IST

કચ્છ જિલ્લામાં ફરી એકવાર માદક પદાર્થ મળવાની ઘટના સામે આવી છે. કચ્છમાં છેલ્લા 4 દિવસ દરમિયાન કુલ 47 શંકાસ્પદ ડ્રગ્સના પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં ચિંતા વધી છે. તાજી ઘટનામાં લખપતના રોડાસર-મેડી નજીક આવેલા સુગર બેટ વિસ્તારમાં Border Security Force (BSF)ના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા.

સતત મળી રહ્યા છે માદક પદાર્થ

છેલ્લા થોડા દિવસોમાં કચ્છના અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ 47 પેકેટ મળી આવ્યા છે જેનાથી સ્પષ્ટ થાય છે કે દરિયાઈ માર્ગ અથવા સરહદી વિસ્તારોનો ઉપયોગ કરીને ડ્રગ્સની હેરફેર થતી હોવાની આશંકા છે.

આ પણ વાંચો: વડોદરામાં રોકાણના બહાને યુવક સાથે થઈ ઠગાઈ : જાણો કેવી રીતે કરાઈ ઠગાઈ

સુરક્ષા એજન્સીઓ સતર્ક

બિનવારસી હાલતમાં મળતા આ પેકેટોને લઈને સુરક્ષા એજન્સીઓ હવે વધુ સતર્ક બની છે. BSF અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સામાન્ય વાતમાં બે પક્ષ વચ્ચે થયો હતો ઝઘડો : મુન્ના મિશ્રા નામના વ્યક્તિનું ઢીમ ઢાળી દેવાયું

તપાસ તેજ

સુરક્ષા એજન્સીઓ હવે આ પેકેટો ક્યાંથી આવ્યા અને પાછળ કોણ છે તે દિશામાં તપાસ તેજ કરી રહી છે. સાથે જ દરિયાકાંઠા અને સરહદી વિસ્તારોમાં નજર વધારવામાં આવી છે. કચ્છમાં સતત ડ્રગ્સ મળવાની ઘટનાઓ ગંભીર સુરક્ષા પડકાર ઉભો કરી રહી છે. આવનારા દિવસોમાં વધુ કડક કાર્યવાહી અને ચેકિંગ થવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now