Home Gujarat Ahmedabad Ahmedabad Madhavpura Parking Dispute Murder

સામાન્ય વાતમાં બે પક્ષ વચ્ચે થયો હતો ઝઘડો : મુન્ના મિશ્રા નામના વ્યક્તિનું ઢીમ ઢાળી દેવાયું

મૃતક યુવકની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 04, 2026, 11:20 AM IST

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી વધુ એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના જુની પોલીસ કમિશનર કચેરી નજીક આવેલા માધુપુરા માર્કેટ વિસ્તારમાં બની હતી જ્યાં સામાન્ય પાર્કિંગ અંગે શરૂ થયેલો ઝઘડો જીવલેણ સાબિત થયો હતો. મૃતકની ઓળખ મિથિલેશ ઉર્ફે મુન્ના મિશ્રા તરીકે થઈ છે. માહિતી અનુસાર, મિથિલેશને ટુ-વ્હીલર પાર્કિંગ બાબતે બીજા પક્ષ સાથે બોલાચાલી થઈ હતી. સામાન્ય લાગતો વિવાદ થોડા જ સમયમાં ઉગ્ર બની ગયો અને બંને પક્ષો વચ્ચે અથડામણ સર્જાઈ.

ઝઘડો હુમલામાં ફેરવાયો

ઝઘડો વધતા 4 આરોપીઓએ મિથિલેશ પર સંયુક્ત રીતે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પાઈપ, ટોમી, લોખંડનાં સળિયા અને ચામડાના બેલ્ટથી મિથિલેશને નિર્દયી રીતે માર માર્યો હતો. હુમલા દરમિયાન મિથિલેશને શરીરના વિવિધ ભાગોમાં અને ખાસ કરીને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: ડીસામાં ACBનો સપાટો : તલાટીને ફિલ્મી ઢબે રંગે હાથ દબોચ્યો!

ઈજાઓના કારણે મોત

ઘટના બાદ મિથિલેશને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાથી માધુપુરા વિસ્તાર સહિત સમગ્ર અમદાવાદમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરતા 4 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં 17 લાખના સ્ટોક માર્કેટ ફ્રોડનો થયો પર્દાફાશ : સાયબર ક્રાઇમે 3 આરોપીને ઝડપી પાડ્યા

કોણ હતા આરોપી

  • ઈન્દ્ર કુમાર પટેલ

  • આકાશ કુંવર પટેલ

  • આકાશ રાઉત

  • લાલી પ્રસાદનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: દાબેલીની લારી ચલાવનારને બુટલેગર અને પોલીસે માર માર્યાનો આક્ષેપ : પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં મચાવ્યો હોબાળો

પોલીસ તપાસ અને આગળની કાર્યવાહી

માધવપુરા પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને હત્યાનો ગુનો નોંધ્યો છે અને સમગ્ર કેસની વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ એકત્ર કરી રહી છે અને સાક્ષીઓના નિવેદનો લઈ રહી છે જેથી ઘટનાની સંપૂર્ણ હકીકત સામે આવી શકે.

આ પણ વાંચો: 2 પિસ્તોલ, એક દેશી તમંચા સાથે બે આરોપી ઝડપાયા : ચેકિંગ દરમિયાન ચિલોડા પોલીસની કાર્યવાહી

આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે સામાન્ય ઝઘડાઓ પણ કેવી રીતે જીવલેણ બની શકે છે. શહેરમાં વધતી આવી ઘટનાઓને પગલે લોકોમાં સુરક્ષાને લઈને ચિંતાઓ ઊભી થઈ રહી છે. પોલીસ દ્વારા હવે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. આ કેસમાં આગળની તપાસ દરમિયાન વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now