Home Gujarat Vadodara Vadodara Ipo Share Market Cyber Fraud 26 Lakh

વડોદરામાં રોકાણના બહાને યુવક સાથે થઈ ઠગાઈ : જાણો કેવી રીતે કરાઈ ઠગાઈ

પાણીગેટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 04, 2026, 11:41 AM IST

વડોદરા શહેરમાં સાયબર ઠગાઈના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે વડોદરાના બિલ વિસ્તારમાં રહેતા અને જિઓમાર્ટમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા એક યુવકને શેરબજાર અને IPOમાં ધરખમ નફાની લાલચ આપી ઠગોએ રૂ. 26.05 લાખનો ચૂનો લગાવ્યો છે.

ફેસબુક પર મૈત્રી

બિલ વિસ્તારના દીપક ઠાકોરભાઈ રાજને ગત 12 ડિસેમ્બર 2025ના રોજ ફેસબુક પર ‘બ્રહ્મી કપસિયા’ નામની યુવતી સાથે પરિચય થયો હતો. સામાન્ય વાતચીત બાદ યુવતીએ શેરબજારમાં રોકાણ કરી ટૂંકા ગાળામાં કરોડપતિ બનવાના સપના બતાવ્યા હતા. ત્યારબાદ યુવકને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો જ્યાં શેરબજાર અને આવનારા નવા IPO વિશે ખોટી માહિતી આપી રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરાયો.

આ પણ વાંચો: અમદાવાદમાં 17 લાખના સ્ટોક માર્કેટ ફ્રોડનો થયો પર્દાફાશ : સાયબર ક્રાઇમે 3 આરોપીને ઝડપી પાડ્યા

વિશ્વાસ કેળવવામાં આવ્યો

ઠગોએ પોતાની જાળ મજબૂત કરવા માટે એક નકલી વેબસાઈટ પર યુવકનું એકાઉન્ટ ખોલાવ્યું હતું. શરૂઆતમાં યુવકે નાની રકમનું રોકાણ કર્યું ત્યારે તેના ડિજિટલ વોલેટમાં નફો બતાવવામાં આવ્યો હતો અને પ્રોત્સાહન તરીકે રૂ. 16,000 પરત પણ કરવામાં આવ્યા હતા. આ ટ્રીકથી યુવકનો વિશ્વાસ જીતી લીધા બાદ ઠગોએ તેને રોકાણ કરવા લલચાવ્યો હતો.

આ પણ વાંચો: સામાન્ય વાતમાં બે પક્ષ વચ્ચે થયો હતો ઝઘડો : મુન્ના મિશ્રા નામના વ્યક્તિનું ઢીમ ઢાળી દેવાયું

રૂ. 39 લાખનો નફો દેખાયો

યુવકે વધુ નફાની લાલચમાં વિવિધ તારીખે અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 26,05,000 ટ્રાન્સફર કર્યા હતા. નકલી વેબસાઈટ પર તેનું બેલેન્સ નફા સાથે રૂ. 39 લાખ દર્શાવતું હતું. જોકે, જ્યારે યુવકે આ રકમ ઉપાડવા (Withdraw)નો પ્રયાસ કર્યો ત્યારે તે રકમ ઉપડી શકી નહોતી. ઠગોએ ટેકનિકલ ખામીનું કારણ આગળ ધરી વધુ નાણાં માંગવાનું શરૂ કર્યું હતું. છેવટે સંપર્ક કપાઈ જતાં યુવકને પોતે છેતરાયો હોવાનો અહેસાસ થયો હતો.

આ પણ વાંચો: ડીસામાં ACBનો સપાટો : તલાટીને ફિલ્મી ઢબે રંગે હાથ દબોચ્યો!

પોલીસ તપાસ તેજ

આ સમગ્ર મામલે દીપક રાજે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઠગોએ જાણીતી કંપનીઓના નામે નકલી દસ્તાવેજો બનાવી યુવકને ભ્રમિત કર્યો હતો. પોલીસે ઈલેક્ટ્રોનિક માધ્યમો અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે આંતરરાજ્ય સાયબર ગેંગની શોધખોળ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now