Home Gujarat Vadodara Chaitar Vasava Bharuch Court Notice Police Statement Case

AAP ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો : કોર્ટે ફટકારી બદનક્ષીની નોટિસ, 23 જૂને હાજર રહેવા નોટિસ

ભરૂચ કોર્ટનું ચૈતર વસાવાને તેડું
Play Video
Published by: Viral Patel
Last Updated: May 04, 2026, 02:26 PM IST

Bharuch News: આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે કાયદાકીય મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ઝઘડિયા GIDC પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બે ફરિયાદો બાદ, હવે ભરૂચની કોર્ટે પોલીસ વિરુદ્ધ કરેલા વિવાદાસ્પદ નિવેદન બદલ તેમને તેડું મોકલ્યું છે.

શું છે સમગ્ર મામલો?

જુલાઈ 2024માં ચૈતર વસાવાએ INDIA ગઠબંધનની ઓફિસ ખાતે એક નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે "ગુજરાત પોલીસ દારૂ વેચવાનું કામ કરે છે." આ નિવેદનથી પોલીસ વિભાગની છબી ખરડાઈ હોવાનું માનીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: કચ્છ જિલ્લામાં હોદ્દેદારોની નિમણૂંક માટેની પ્રક્રિયા તેજ : જિલ્લા પંચાયત, નપા અને મનપામાં પ્રમુખ પદ માટેની પ્રક્રિયા

કોર્ટની કાર્યવાહી અને નોટિસ

ભરૂચના તત્કાલીન એસપી (SP) મયુર ચાવડાએ આપેલા રિપોર્ટના આધારે જિલ્લા મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાવિન જોશીએ ધારાસભ્ય વિરુદ્ધ આકરા પગલાં લીધા છે. પોલીસની છબી ખરડવાના પ્રયાસ બદલ કોર્ટે ચૈતર વસાવાને બદનક્ષીની નોટિસ ફટકારી છે. કોર્ટે આ મામલે 23 જૂને ધારાસભ્યને રૂબરૂ હાજર રહેવા માટે ફરમાન કર્યું છે.

પોલીસ વિભાગની છબીનો મુદ્દો

સરકારી પક્ષની દલીલ છે કે જવાબદાર પદ પર બેઠેલા જનપ્રતિનિધિ દ્વારા આ પ્રકારે સમગ્ર પોલીસ દળને દારૂના વેચાણ સાથે જોડવું એ પાયાવિહોણું અને અપમાનજનક છે. આ નિવેદન દ્વારા જનતામાં પોલીસ પ્રત્યે અવિશ્વાસ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ પણ વાંચો: તમિલનાડુમાં CM સહિત આખું મંત્રીમંડળ હારવાના સંકેત : 30 વર્ષ પછી ફરી દોહરાયો ઇતિહાસ? તે સમયે ગુજરાતમાં પણ થયો હતો આવો ઘાટ

ચૈતર વસાવા અગાઉ પણ અનેક વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે, ત્યારે હવે કોર્ટના આ તેડા બાદ તેમની રાજકીય અને કાયદાકીય મુશ્કેલીઓ વધુ વકરે તેવી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now