Home Gujarat Gujarat Government Employees Da Hike 60 Percent January 2026

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર : જાણો મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો થયો વધારો, ક્યારથી મળશે લાભ?

Gujarat Government
Published by: Viral Patel
Last Updated: May 04, 2026, 02:53 PM IST

ગુજરાત રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે મોંઘવારીના આ સમયમાં કર્મચારીઓને મોટી રાહત આપતા મોંઘવારી ભથ્થા (DA) માં વધારો કરવાની મહત્વની જાહેરાત કરી છે.

1 જાન્યુઆરી 2026થી લાગુ થશે નવો DA દર

ગુજરાત સરકારના નાણા વિભાગે જાહેર કરેલા ઠરાવ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 58% દરે મળતું DA હવે વધીને 60% થયું છે. આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના લાખો કર્મચારીઓ તેમજ નિવૃત્ત કર્મચારીઓને સીધી નાણાકીય રાહત મળશે. વધતા જીવનખર્ચ અને સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે આ વધારો કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

કચ્છમાં સતત ડ્રગ્સ મળતાં ચિંતા વધી : 4 દિવસમાં મળ્યા 47 પેકેટ કરાયા જપ્ત સુરક્ષા એજન્સીઓ એલર્ટ

DA માં 2% નો વધારો

રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા તાજેતરના નિર્ણય મુજબ, કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૨% નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે હવે કર્મચારીઓનું કુલ મોંઘવારી ભથ્થું ૫૮% થી વધીને ૬૦% થશે. વધતી જતી મોંઘવારી સામે કર્મચારીઓને આર્થિક રક્ષણ આપવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.

ક્યારથી લાગુ થશે આ ફેરફાર?

નાણા વિભાગના જણાવ્યા અનુસાર, આ વધારાનો લાભ કર્મચારીઓને 1 જાન્યુઆરી 2026 થી મળવાપાત્ર થશે. એટલે કે, કર્મચારીઓને જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીનો તફાવત (Arrears) પણ નિયમ મુજબ ચૂકવવામાં આવશે.

નાણા વિભાગે કર્યો ઠરાવ

રાજ્યના નાણા વિભાગ દ્વારા આ અંગેનો સત્તાવાર ઠરાવ (Resolution) પણ બહાર પાડી દેવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યની તિજોરી પર બોજ વધશે, પરંતુ લાખો પરિવારોની આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. આ વધારો સાતમા પગાર પંચના લાભો મેળવતા કર્મચારીઓને સીધી અસર કરશે. આ વધારાના કારણે કર્મચારીઓના માસિક પગારમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. લાંબા સમયથી રાહ જોઈ રહેલા કર્મચારી સંગઠનોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.

પશ્ચિમ બંગાળમાં વિજય બાદ રાજપીપળામાં ભાજપનો ભવ્ય વિજયોત્સવ : કાર્યકર્તાઓએ મીઠાઈ વહેંચી કરી ઉજવણી

પગારમાં કેટલો થશે વધારો?

DAમાં 2% વધારાનો સીધો ફાયદો માસિક પગારમાં જોવા મળશે. જે કર્મચારીઓનો બેઝિક પગાર વધુ છે, તેમને વધુ રકમનો લાભ મળશે. ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર ₹50,000 હોય તો 2% વધારાથી તેમને દર મહિને અંદાજે ₹1,000 જેટલો વધારાનો લાભ મળી શકે છે. તે ઉપરાંત નિવૃત્ત પેન્શનરોના DR (Dearness Relief)માં પણ સમાન વધારો લાગુ થવાની શક્યતા છે, જેના કારણે પેન્શનની રકમમાં પણ વધારો થશે.

મોંઘવારી સામે રાહતરૂપ નિર્ણય

છેલ્લા કેટલાક મહિનાઓમાં રોજિંદા વપરાશની વસ્તુઓ, ખાદ્યપદાર્થો, ઈંધણ અને સેવાઓના ખર્ચમાં સતત વધારો નોંધાયો છે. આવી સ્થિતિમાં કર્મચારીઓ લાંબા સમયથી DA વધારાની માંગ કરી રહ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા પણ સમયાંતરે DA વધારાની જાહેરાત કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ રાજ્ય સરકારો તે મુજબ નિર્ણય લેતી હોય છે. ગુજરાત સરકારનો આ નિર્ણય મોંઘવારીના વધતા દબાણ વચ્ચે કર્મચારીઓ માટે રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને મધ્યમ વર્ગના કર્મચારીઓ માટે ઘરખર્ચ, બાળકોના શિક્ષણ અને અન્ય દૈનિક ખર્ચમાં આ વધારો મદદરૂપ બની શકે છે.

સરકાર પર વધશે નાણાકીય ભાર

DA વધારાના નિર્ણયથી રાજ્ય સરકાર પર વધારાનો નાણાકીય ભાર પણ પડશે. કારણ કે લાખો કર્મચારીઓ અને પેન્શનરોને વધારાની રકમ ચૂકવવાની રહેશે. તેમ છતાં કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. આવા નિર્ણયો સામાન્ય રીતે સરકાર અને કર્મચારી સંગઠનો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવે છે અને કર્મચારીઓમાં સકારાત્મક સંદેશ પહોંચાડે છે.

બંગાળમાં વિજય બાદ સુરતમાં ભાજપનો ઉત્સાહ છલકાયો : જાલમુરી ખાઈને કરાઈ ઉજવણી, 'વંદે માતરમ'ના નારા ગૂંજ્યા

કર્મચારી સંગઠનોમાં ખુશીનો માહોલ

નાણા વિભાગનો ઠરાવ જાહેર થતાં જ વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા સરકારના નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે. ઘણા સંગઠનો લાંબા સમયથી DA વધારાની માંગ કરી રહ્યા હતા. હવે આ જાહેરાત બાદ કર્મચારીઓમાં ખુશી જોવા મળી રહી છે. કેટલાક સંગઠનોનું કહેવું છે કે વધતી મોંઘવારીને જોતા હજુ વધુ રાહત જરૂરી છે, પરંતુ હાલનો નિર્ણય પણ મહત્વપૂર્ણ પગલું ગણાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now