Home Gujarat Gujarat Local Election Bharuch Candle Voting Jamnagar Evm Issue

મતદાનના દિવસે વીજળી ગુલ, EVM અડચણ! : ગુજરાતમાં અનેક વિચિત્ર અને પ્રેરક ઘટનાઓ, જાણો કયાં કેવી સ્થિતિ

Gujarat elections
Published by: Suman Dabhi
Last Updated: Apr 26, 2026, 05:16 AM IST

Gujarat elections: ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓના મતદાનના દિવસે આજે અનેક અનોખી ઘટનાઓએ લોકશાહીના પર્વને વધુ રંગીન બનાવી દીધું છે. .ભરૂચમાં લાઇટ જતાં મીણબત્તીના પ્રકાશમાં મતદાન કરવું પડ્યું, જ્યારે જામનગરમાં EVM ખોટકાતા મતદાન એક કલાક મોડું શરૂ થયું લોકશાહીનું પર્વ હોવા છતાં પડકારો સ્પષ્ટ રીતે દેખાયા.

મીણબત્તીના પ્રકાશમાં મત આપ્યા

ભરૂચમાં મતદાન ચાલુ હતું ત્યારે અચાનક વીજળી ગુલ થઈ ગઈ. અંધારામાં પણ મતદારોએ મીણબત્તી સળગાવીને તેના અજવાળે મત આપવાની ફરજ પડી. તેમ છતાં કોઈ અવરોધ વગર મતદાન પ્રક્રિયા આગળ વધી.

EVM ખોટકાતા 1 કલાક મોડું શરૂ થયું મતદાન

જામનગરમાં EVM મશીન ખોટકાઈ જતાં મતદાન એક કલાક મોડું શરૂ કરવું પડ્યું. તકનીકી સમસ્યા છતાં મતદારોનો ઉત્સાહ જળવાઈ રહ્યો અને લાંબી લાઈનો જોવા મળી.

100 વર્ષીય દાદી અને વરરાજાની પ્રેરણાદાયી વાર્તા

સુરેન્દ્રનગરમાં 100 વર્ષની વૃદ્ધ દાદી મતદાન કરવા બૂથે પહોંચીને બધાને પ્રેરણા આપી.

બીજી તરફ ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે વરરાજાએ લગ્નના દિવસે પહેલા કન્યા શાળાના મતદાન બૂથે મત આપી લીધો અને ત્યારબાદ જાન પ્રસ્થાન કરી. નાગરિક ફરજને લગ્ન કરતાં પણ મહત્વ આપવાનું આ ઉદાહરણ ઘણા માટે પ્રેરણારૂપ બન્યું.

આ પણ વાંચો: લોકશાહીના પર્વમાં ભક્તિ અને કર્તવ્યનો સંગમ : અટલાદરા BAPSના 50થી વધુ સંતોએ કર્યું સામૂહિક મતદાન

મતદારો અને રાજકીય કાર્યકર્તાઓમાં ઉત્સાહ

રાજ્યભરમાં 15 મનપા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકાઓમાં મતદાન ચાલી રહ્યું છે. આ વખતે તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું મતદાન એક જ દિવસે થઈ રહ્યું છે. 10 હજારથી વધુ સીટો માટે 25 હજારથી વધુ ઉમેદવારો મેદાનમાં છે. ગરમી 44 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના હોવા છતાં મતદારો અને રાજકીય કાર્યકર્તાઓમાં મતદાન વધારવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ EVMમાં ખામીની ફરિયાદો પણ સામે આવી છે.

મતદાન સમય: સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી

લોકશાહીના આ મેળામાં તકનીકી અડચણો, અંધારું અને ગરમી વચ્ચે પણ મતદારોનો જુસ્સો અને ઉત્સાહ અકબંધ જોવા મળી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now