Home Gujarat Gseb Hsc Class 12 Science General Stream Result Analysis District Wise Toppers

ધોરણ 12 રિઝલ્ટમાં આ જિલ્લાનો દબદબો : સાયન્સમાં 84.33% અને સામાન્ય પ્રવાહમાં 92.71% સાથે વિદ્યાર્થીનીઓએ મારી બાજી

GSEB 12th Result 2026
Published by: Nirali Gohil
Last Updated: May 04, 2026, 05:53 AM IST

GSEB 12th Result 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે અને રાજ્યના વિવિધ કેન્દ્રોમાં પરિણામને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધોરણ 12 સાયન્સમાં ગત વર્ષની સરખામણીએ પરિણામમાં આંશિક સુધારો જોવા મળ્યો છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં નજીવો ઘટાડો નોંધાયો છે. લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવતા હવે ઉચ્ચ શિક્ષણ માટેના પ્રવેશની પ્રક્રિયા વેગ પકડશે.

સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરિણામની આંકડાકીય વિગતો

ચાલુ વર્ષે ધોરણ 12 સાયન્સનું કુલ પરિણામ 84.33 ટકા રહ્યું છે. ગત વર્ષની તુલનાએ સાયન્સના પરિણામમાં 0.82 ટકાનો વધારો નોંધાયો છે. બીજી તરફ, સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 92.71 ટકા આવ્યું છે, જેમાં ગત વર્ષ કરતા 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આખા રાજ્યમાં કુલ 1576 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.

સાયન્સ પ્રવાહ: મોરબી જિલ્લો મોખરે, દાહોદ પાછળ

વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાવાર પરિણામ પર નજર કરીએ તો:

  • સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો: મોરબી (94.85 ટકા)

  • સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો: દાહોદ (57.44 ટકા)

  • સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર: કુંભારીયા (98.62 ટકા)

  • સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર: દાહોદ (42.98 ટકા)

  • રાજ્યની કુલ 209 શાળાઓ એવી છે જેનું પરિણામ 100 ટકા આવ્યું છે.

આ પણ વાંચો: GSEB Class 12 Result 2024 : આજે 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ, વેબસાઈટ કે વોટ્સએપ પર માત્ર 4 સ્ટેપ્સ ફોલો કરો અને જુઓ તમારું રિઝલ્ટ

સામાન્ય પ્રવાહ: દીકરીઓએ ફરી મારી બાજી

સામાન્ય પ્રવાહના પરિણામમાં વિદ્યાર્થીનીઓએ નોંધપાત્ર દેખાવ કર્યો છે:

  • વિદ્યાર્થીનીઓનું પરિણામ: 95.41 ટકા

  • વિદ્યાર્થીઓનું પરિણામ: 90.10 ટકા

  • વિદ્યાર્થીનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતા 5.31 ટકા વધારે રહ્યું છે.

  • સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો: આહવા ડાંગ (97.88 ટકા)

  • સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો: અમદાવાદ શહેર (87.10 ટકા)

  • રાજ્યમાં કુલ 2030 શાળાઓ100 ટકા પરિણામ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે.

કેન્દ્રવાર પરિણામની વિશેષતા

સામાન્ય પ્રવાહમાં તડાવ, કોટડા, કાંગવાઇ અને પ્રશ્નાવાડા જેવા કેન્દ્રોએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. જ્યારે કારઠ કેન્દ્ર 64.88 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે. પરિણામ જાહેર થતાની સાથે જ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now