ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં સરકારી તંત્રને હચમચાવી નાખે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પ્યુન પર કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાના ગંભીર આરોપો લાગ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ, આ કર્મચારીએ સરકારી નાણાંને નજીકના લોકોના ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે રૂપિયાનો મોટો હિસ્સો તેની ત્રણ પત્નીઓ, સાસરિયા અને ગર્લફ્રેન્ડ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
આરોપી ઈલ્હામ સમ્સી ઉર્ફે રહેમાન DISOનો પ્યુન છે, તેને કુલ 7 મહિલાઓના ખાતામાં 8 કરોડ 15 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યાં હતા. જેમાં 5 કરોડા 50 લાખ રૂપિયા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આ મામાલે 7 મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ બહાર આવતા જ સ્થાનિક પ્રશાસનમાં હડકંપ મચી ગયો છે. સંબંધિત વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને પ્રાથમિક દ્રષ્ટિએ કરોડો રૂપિયાના ગેરવહીવટના પુરાવા મળ્યા હોવાનું માનવામાં આવે છે.
ગેરરીતે ફંડ ટ્રાન્સફર કરવાની પદ્ધતિ
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પ્યુને સરકારી નાણાંની વ્યવસ્થા અને એકાઉન્ટ સંબંધિત પ્રક્રિયાઓમાં પોતાની પોઝિશનનો ગેરફાયદો ઉઠાવ્યો હતો. તેણે નકલી દસ્તાવેજો, ખોટી એન્ટ્રીઓ અને બોગસ એકાઉન્ટ્સના માધ્યમથી ધીમે ધીમે નાણાં ટ્રાન્સફર કર્યા હતા, જેથી લાંબા સમય સુધી કોઈને શંકા ન જાય.
આરોપીએ અલગ-અલગ બેંક ખાતાઓનો ઉપયોગ કરીને નાણાંને તબક્કાવાર પોતાના નજીકના લોકો સુધી પહોંચાડ્યા હતા. આ પ્રક્રિયા એટલી સાવધાનીપૂર્વક કરવામાં આવી હતી કે શરૂઆતમાં કોઈ મોટો અનિયમિતતા દેખાતી નહોતી. પરંતુ ઓડિટ દરમિયાન ગડબડ સામે આવતા આખું કૌભાંડ બહાર આવ્યું.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીને લઈને આરોગ્ય વિભાગ સતર્ક : હિટ સ્ટ્રોક અંગે એલર્ટ જાહેર, સૂચનાઓનું પાલન કરવા અપીલ
આરોપી દ્વારા ખર્ચવામાં આવેલા નાણાંનો ઉપયોગ મકાન ખરીદી, લક્ઝરી વસ્તુઓ અને વ્યક્તિગત સુખ-સુવિધાઓ માટે કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. આથી સ્પષ્ટ થાય છે કે સરકારી નાણાંનો દુરુપયોગ માત્ર આર્થિક લાભ માટે જ નહીં, પરંતુ વ્યક્તિગત જીવનશૈલી સુધારવા માટે પણ કરવામાં આવ્યો હતો.
આ ઘટનાએ સરકારી તંત્રની દેખરેખ અને ઓડિટ સિસ્ટમ પર પણ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. એક પિયોન સ્તરના કર્મચારી દ્વારા આટલો મોટો ગેરવહીવટ લાંબા સમય સુધી કેવી રીતે ચાલ્યો, તે તપાસનો મુખ્ય મુદ્દો બની ગયો છે.





