Home National Uae Brahmos Akashteer Defence Deal India Middle East Tension

હોર્મુઝની રખેવાળી કરશે બ્રહ્મોસ? : ઈરાન સંકટ વચ્ચે UAEને ભારતના હથિયારોમાં રસ; આંખ ચોળતું જ રહી ગયું પાકિસ્તાન

Defence Exports
Published by: OBS Bureau
Last Updated: Jun 22, 2026, 01:47 PM IST

Defence Exports: ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) એક મોટી સંરક્ષણ ડીલ પર વાતચીત કરી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જો આ ડીલ થશે, તો UAE ભારતના સૌથી વધુ માંગ ધરાવતા મિલિટરી એક્સપોર્ટનું નવું આંતરરાષ્ટ્રીય ગ્રાહક બની જશે. રોયટર્સના એક અહેવાલ અનુસાર, ભારત અને UAE વચ્ચે 'બ્રહ્મોસ' સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ અને 'આકાશતીર' એર ડિફેન્સ નેટવર્કને લઈને એક મોટી ડીલ પર વાત ચાલી રહી છે.

આ ડીલ પૂર્ણ થયા પછી ફિલિપાઈન્સ, વિયેતનામ અને ઈન્ડોનેશિયા બાદ UAE બ્રહ્મોસ મિસાઈલ સિસ્ટમ ખરીદનારો ચોથો વિદેશી દેશ બની જશે. ઉલ્લેખનીય છે કે ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી બ્રહ્મોસને દુનિયાની સૌથી ઝડપી ઓપરેશનલ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ માનવામાં આવે છે.

લખનઉ આગકાંડમાં મોટો ખુલાસો : કોચિંગ કે લાઈબ્રેરી નહીં, પરંતુ ગેમિંગ ઝોનમાં લાગી આગ, 15નાં મોત, જીવ બચાવવા નીચે કૂદ્યા

UAE અને ભારત વચ્ચે સંરક્ષણ કરાર પર વાતચીત

સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, ભારત અને UAE વચ્ચેની વાતચીત હજુ શરૂઆતી તબક્કામાં છે. જોકે, આ વાતચીત ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. એવું માનવામાં આવે છે કે પશ્ચિમ એશિયામાં તાજેતરના સંઘર્ષ અને પ્રાદેશિક સુરક્ષાને લઈને વધતી ચિંતાઓને ધ્યાનમાં રાખીને UAE પોતાની સુરક્ષા પ્રણાલીઓને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સમગ્ર મામલાની સીધી માહિતી ધરાવતા એક સૂત્રએ રોયટર્સને જણાવ્યું કે, UAE એ બ્રહ્મોસ અને આકાશતીર સહિત આપણી ઘણી હથિયાર પ્રણાલીઓમાં રસ દાખવ્યો છે. ભારત અને UAE વચ્ચેની વાતચીત શરૂઆતના તબક્કામાં છે અને ઝડપથી આગળ વધી રહી છે.

સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ પર પણ વાતચીત

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વાતચીતમાં 'આકાશતીર'ના સંભવિત વેચાણનો પણ સમાવેશ થાય છે, જે ભારતીય સેના અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) દ્વારા વિકસાવવામાં આવેલી ભારતની સ્વદેશી ઓટોમેટેડ એર ડિફેન્સ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ છે. જોકે, એ વાત પણ નોંધવી જોઈએ કે આ વાતચીતને લઈને ભારત કે UAE ના વિદેશ મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

શશિ થરૂરે ફરી એકવાર મોદી સરકારના કર્યા વખાણ : કહ્યું- જમ્મુ-કાશ્મીરની સ્થિતિમાં સુધારો, કોંગ્રેસે યાદ અપાવી પાર્ટી લાઇન

બ્રહ્મોસમાં UAE એ દાખવ્યો રસ

ધ્યાન આપવા જેવી બાબત એ છે કે સંયુક્ત આરબ અમીરાતનો આ રસ એવા સમયે સામે આવ્યો છે જ્યારે પશ્ચિમ એશિયામાં સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ છે. એવું માનવામાં આવે છે કે UAE 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની સામુદ્રધુની) ની આસપાસ સુરક્ષા વધારવાની દિશામાં કેટલાક કડક પગલાં લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. કારણ કે, હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક ઉર્જા નિકાસ માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે અને વિશ્વની ઓછામાં ઓછી 20 ટકા ઉર્જાની નિકાસ આ સાંકડા માર્ગ પરથી થાય છે.

ભારત અને UAE ના મજબૂત થતા સંબંધો

UAE સાથે શરૂ થયેલી સંરક્ષણ કરારની વાતચીત ભારત સાથેના ગાઢ થતા સંબંધોને દર્શાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચે વ્યાપાર, ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ ઘણો વધ્યો છે. એ વાત પર પણ ધ્યાન આપવું જોઈએ કે આ ડીલ અંગે ચર્ચા એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત સંરક્ષણ ક્ષેત્રે ઝડપથી નિકાસ વધારી રહ્યું છે. આંકડા દર્શાવે છે કે માર્ચ 2026 માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ભારતની સંરક્ષણ નિકાસ $4 બિલિયનની નજીક પહોંચી ગઈ છે, જ્યારે 2013-14માં તે માત્ર $7.26 મિલિયન હતી.

લખનઉમાં બન્યો સુરત તક્ષશિલા જેવો કાંડ : CM યોગીએ રદ કર્યો કાર્યક્રમ, અત્યાર સુધી 15નાં મોત, અનેક ઘાયલ

રશિયા પાસેથી પણ લેવી પડશે મંજૂરી

નોંધનીય છે કે બ્રહ્મોસને જમીન, સમુદ્ર અને હવામાંથી લોન્ચ કરી શકાય છે. આ ક્રૂઝ મિસાઈલ સુપરસોનિક ગતિથી ટાર્ગેટ પર હુમલો કરવામાં સક્ષમ છે. જો ભારત સાથે UAE ની ડીલ થાય છે, તો ભારતે તેના વેચાણ માટે રશિયાની મંજૂરી લેવી પડશે.

આવું એટલા માટે કારણ કે આ મિસાઈલ બંને દેશોએ મળીને બનાવી છે. એક સૂત્રએ દાવો કર્યો છે કે રશિયા અને UAE વચ્ચે ઘણા નજીકના સંબંધો છે, તેથી ભારત સાથે થઈ રહેલી આ ડીલમાં કોઈ અવરોધ આવવાની શક્યતા નથી.

ઓપરેશન સિંદૂરમાં થયો હતો બ્રહ્મોસનો ઉપયોગ

ગયા વર્ષે ઓપરેશન સિંદૂરમાં ભારતે બ્રહ્મોસ (BrahMos) નો સફળ ઉપયોગ કર્યો હતો. આ જ કારણ છે કે આ ક્રૂઝ મિસાઈલ પર દુનિયાભરના દેશોનો રસ વધ્યો છે. વિયેતનામ અને ઈન્ડોનેશિયા ઉપરાંત થાઈલેન્ડ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને ચિલી જેવા દેશોએ પણ આ હથિયાર ખરીદવામાં રસ દાખવ્યો છે.

અયોધ્યા રામ મંદિર દાન વિવાદમાં મોટું એક્શન : ચઢાવાની ગણતરીમાંથી 40 કર્મચારીઓ હટાવાયા, નવી ટીમને સોંપાઈ જવાબદારી


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now