Home National Bangladesh High Alert Ahead Of Awami League Founding Anniversary

ફરી બાંગ્લાદેશમાં 6 કલાક પછી શું થવાનું છે? : અનિચ્છનીય ઘટનાની આશંકાથી દેશભરમાં હાઈ એલર્ટ

Bangladesh on alert ahead
Published by: OBS Bureau
Last Updated: Jun 22, 2026, 01:57 PM IST

Bangladesh on alert ahead: બાંગ્લાદેશની રાજધાની ઢાકા સહિત સમગ્ર દેશમાં કલમ ૧૪૪ (નિષેધાજ્ઞા) લાગુ છે. તમામ મુખ્ય શહેરોમાં પોલીસ અને વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે. તેનું કારણ ૨૩ જૂને દેશના પૂર્વ નિર્વાસિત વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગનો સ્થાપના દિવસ સમારોહ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ભલે શેખ હસીના આજે ત્યાં ન હોય, પરંતુ તેમના સમર્થકો દેશભરમાં રેલી અને પ્રદર્શન કરી શકે છે. વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય મોહમ્મદ યુનુસની જૂની વચગાળાની સરકારનો એ નિર્ણય છે, જેમાં તેમણે અવામી લીગ અને તેની સાથે જોડાયેલી કોઈપણ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે ખાલિદા ઝિયાના પુત્રની આગેવાની હેઠળની બીએનપી (BNP) ની નવી સરકારે આવો કોઈ સ્પષ્ટ આદેશ આપ્યો નથી.

વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર

જો કે અવામી લીગના અધ્યક્ષ શેખ હસીના અને અન્ય નેતાઓ પર જે કેસ ચાલી રહ્યા છે, તે નવી સરકારમાં પણ ચાલુ જ છે. જૂની સરકારનો પ્રતિબંધ વાળો આદેશ પણ નવી સરકારે હટાવ્યો નથી, આવી સ્થિતિમાં જો અવામી લીગના કાર્યકરો રસ્તા પર ઉતરીને કોઈ સરઘસ કાઢીને ઉજવણી કરે છે, તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે, તેથી વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે.

હોર્મુઝની રખેવાળી કરશે બ્રહ્મોસ? : ઈરાન સંકટ વચ્ચે UAEને ભારતના હથિયારોમાં રસ; આંખ ચોળતું જ રહી ગયું પાકિસ્તાન

સેના તૈનાત કરવામાં આવી

ગૃહ મંત્રાલયે પ્રતિબંધિત અવામી લીગની સ્થાપનાની વર્ષગાંઠ પહેલા સેનાની તૈનાતીની વિનંતી કરતો એક પત્ર સોમવારે સવારે પ્રિન્સિપલ સ્ટાફ ઓફિસરને મોકલ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે દેશમાં પહેલાથી જ પ્રતિબંધિત કેટલાક સંગઠનો છેલ્લા થોડા દિવસોથી ગેરકાયદેસર સરઘસ, પ્રદર્શન અને અન્ય કાર્યક્રમો કરી રહ્યા છે.

9 દિવસનું એલર્ટ

પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે આ પ્રવૃત્તિઓને કારણે દેશભરમાં તોડફોડ અને અરાજકતા ફેલાવાની આશંકા છે. ઢાકા, ચટગાંવ અને ગાજીપુર મેટ્રોપોલિટન એરિયાની સાથે નારાયણગંજ, ગોપાલગંજ અને ફરીદપુર જિલ્લામાં શાંતિ જાળવી રાખવા, પબ્લિક સેફ્ટી (જાહેર સુરક્ષા) સુનિશ્ચિત કરવા અને સંપત્તિની સુરક્ષા માટે ઓછામાં ઓછા નવ દિવસ સુધી જરૂરી સંખ્યામાં સૈનિકો તૈનાત કરવાની વિનંતી કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયના સૂત્રોએ સંકેત આપ્યો છે કે અવામી લીગની સ્થાપનાની વર્ષગાંઠ મંગળવાર, ૨૩ જૂને આવી રહી છે, તેથી પાર્ટી સરઘસ, પ્રદર્શન અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું આયોજન કરવાનો પ્રયાસ કરી શકે છે.

લખનઉ આગકાંડમાં મોટો ખુલાસો : કોચિંગ કે લાઈબ્રેરી નહીં, પરંતુ ગેમિંગ ઝોનમાં લાગી આગ, 15નાં મોત, જીવ બચાવવા નીચે કૂદ્યા

નોંધનીય છે કે ઢાકા પર થયેલા બળવા પછી, ૫ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ અવામી લીગની સરકાર પડી ગઈ હતી. ૧૦ મે, ૨૦૨૫ ના રોજ મુહમ્મદ યુનુસની વચગાળાની સરકારે અવામી લીગ અને તેના નેતાઓ સામે ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલમાં કાનૂની કાર્યવાહી ન થાય ત્યાં સુધી પાર્ટીની તમામ પ્રવૃત્તિઓ પર રોક લગાવવાનો નિર્ણય કર્યો હતો. આ પ્રતિબંધને સરળ બનાવવા માટે એન્ટી-ટેરરિઝમ એક્ટ (આતંકવાદ વિરોધી કાયદા) માં ફેરફાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સંસદે ૮ એપ્રિલે એન્ટી-ટેરરિઝમ (અમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સને મંજૂરી આપી હતી, જે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ સંગઠનો પર પ્રતિબંધ જાળવી રાખે છે. આ એક્ટ સુનિશ્ચિત કરે છે કે અવામી લીગ પરનો પ્રતિબંધ લાગુ રહે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ જ કારણે સેના તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઢાકા મેટ્રોપોલિટન પોલીસે (DMP) એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે રાજધાનીને સુરક્ષિત કરવા માટે એક સિક્યોરિટી પ્લાન (સુરક્ષા યોજના) અપનાવવામાં આવ્યો છે. ૨૦૦ થી વધુ ચિહ્નિત સ્થળોએ સ્પેશિયલ પોલીસ ચેકપોઇન્ટ બનાવવામાં આવશે, જેથી શંકાસ્પદ લોકોને ગરબડ કરતા રોકી શકાય.

શશિ થરૂરે ફરી એકવાર મોદી સરકારના કર્યા વખાણ : કહ્યું- જમ્મુ-કાશ્મીરની સ્થિતિમાં સુધારો, કોંગ્રેસે યાદ અપાવી પાર્ટી લાઇન


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now