Home Automobile Maruti E Vitara Vs Mg Windsor Ev Marutis First Electric Car Or Mgs Best Seller Find Out Which Ev Is Best For You

Maruti e Vitara vs MG Windsor EV : મારુતિની પહેલી ઈલેક્ટ્રિક કાર કે MGની બેસ્ટ સેલર? જાણો કઈ EV છે તમારા માટે બેસ્ટ

Maruti e Vitara vs MG Windsor EV
Published by: OBS Bureau
Last Updated: Feb 25, 2026, 06:32 AM IST

ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં મારુતિ સુઝુકીએ તેની પ્રથમ ઈલેક્ટ્રિક SUV 'e Vitara' લોન્ચ કરીને ધમાકેદાર એન્ટ્રી કરી છે. એક તરફ મારુતિનો વિશ્વાસ અને મજબૂત નેટવર્ક છે, તો બીજી તરફ MG Windsor EV તેના લક્ઝુરિયસ લુક અને સ્પેસ માટે જાણીતી છે. આ બંને કાર 'બેટરી-એઝ-એ-સર્વિસ' (BaaS) મોડલ સાથે આવે છે, જે ગ્રાહકો માટે શરૂઆતી કિંમત ઘટાડવામાં મદદરૂપ થાય છે. ત્યારે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું મારુતિની આ નવી કાર 2025ની સૌથી વધુ વેચાતી ઈલેક્ટ્રિક કાર MG Windsor EVને ટક્કર આપી શકશે? જો તમે પણ નવી ઈલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો કિંમત, રેન્જ અને ફીચર્સની આ વિગતવાર સરખામણી તમને સાચો નિર્ણય લેવામાં મદદ કરશે.

કિંમતની સરખામણી: કોણ છે ખિસ્સાને પરવડે તેવું?

કિંમતની દ્રષ્ટિએ MG Windsor EV મારુતિ કરતા થોડી સસ્તી સાબિત થાય છે.

મોડલ

કિંમત (BaaS સાથે)

કિંમત (બેટરી સાથે)

Maruti e Vitara

રૂ.10.99 લાખ થી રૂ.14.29 લાખ

રૂ.15.99 લાખ થી રૂ.20.01 લાખ

MG Windsor EV

રૂ.9.99 લાખ થી રૂ.13.39 લાખ

રૂ.14.00 લાખ થી રૂ.18.50 લાખ

નોંધ: e Vitara માં બેટરી ભાડું રૂ.4.39/km છે, જ્યારે Windsor EV માં ₹4.5/km છે.

કદ અને સ્પેસ: કઈ કારમાં મળશે વધુ જગ્યા?

ડાયમેન્શનની વાત કરીએ તો MG Windsor EV મારુતિ ઈ-વિટારા કરતા લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈમાં થોડી મોટી છે. જોકે, બંને કારનો વ્હીલબેઝ 2,700 mm સમાન છે, પરંતુ વિન્ડસરનું કેબિન વધુ મોકળાશવાળું લાગે છે.

ફીચર્સ અને ટેકનોલોજી: હાઈ-ટેક ફીચર્સની લ્હાણી

બંને કાર લેવલ-2 ADAS, 360-ડિગ્રી કેમેરા અને વેન્ટિલેટેડ સીટ્સ જેવા આધુનિક ફીચર્સથી સજ્જ છે.

  • e Vitara ના ફાયદા: 10.25-ઇંચનું ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, 10-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ અને 7 એરબેગ્સ.

  • Windsor EV ના ફાયદા: વિશાળ 15.6-ઇંચની ટચસ્ક્રીન, ઇલેક્ટ્રિક ટેલગેટ અને 135-ડિગ્રી સુધી રેક્લાઇન થતી રિયર સીટ્સ.

બેટરી, પાવર અને રેન્જ: કોની દોડ લાંબી?

પરફોર્મન્સમાં મારુતિ ઈ-વિટારા બાજી મારી જાય છે. તેની પાસે મોટી બેટરી અને વધુ સારી રેન્જ છે.

  • Maruti e Vitara: 49 kWh અને 61 kWh બેટરી પેક. સર્ટિફાઈડ રેન્જ 543 કિમી સુધી.

  • MG Windsor EV: 38 kWh અને 52.9 kWh બેટરી પેક. સર્ટિફાઈડ રેન્જ 449 કિમી સુધી.

ચાર્જિંગ: કોણ થશે જલ્દી રિચાર્જ?

મારુતિ ઈ-વિટારા 150 kW ના DC ફાસ્ટ ચાર્જરને સપોર્ટ કરે છે, જે તેને લાંબી મુસાફરીમાં ખૂબ જ ઉપયોગી બનાવે છે. MG ની સરખામણીએ મારુતિની કાર ઝડપથી ચાર્જ થાય છે, જે યુઝર્સનો સમય બચાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now