Home Gujarat Ahmedabad Ahmedabad Khadiya Ward Election 2026 Bjp Challenge

ભાજપના ઉદયનું કેન્દ્ર 'ખાડિયા' હવે ભાજપ માટે જ પડકાર? : જાણો ચૂંટણીમાં બદલાતું રાજકીય સમીકરણ

અમદાવાદના ખાડિયા વોર્ડમાં સ્થાનિક ચૂંટણી
Published by: Viral Patel
Last Updated: Apr 16, 2026, 12:48 PM IST

Ahmedabad Maha Nagarpalika Election 2026: અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી 2026ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શહેરની સૌથી પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક એવી ખાડિયા બેઠક પર રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. જે ખાડિયાને ભારતીય જનતા પાર્ટીનો મજબૂત ગઢ અને પક્ષના ઉદયનું કેન્દ્ર માનવામાં આવે છે, ત્યાં જ આ વખતે પક્ષ માટે મુશ્કેલીના વાદળો છવાયા છે. 25000 જેટલા મતદારોનો ઘટાડો અને બદલાયેલું ભૌગોલિક સમીકરણ ભાજપના વિજય રથને રોકી શકે છે.

મતદારોનું પલાયન: ભાજપ માટે ચિંતાનો વિષય

1980માં ભાજપની સ્થાપના બાદ ખાડિયા હંમેશા કેસરીયા રંગમાં રંગાયેલું રહ્યું છે. પરંતુ 2026માં સ્થિતિ અલગ છે. ઐતિહાસિક પોળ વિસ્તાર હવે ધીમે ધીમે કોમર્શિયલ હબમાં ફેરવાઈ રહ્યો છે. પરિવારો મોટા થતા અને પાયાની સુવિધાઓના પ્રશ્નોને કારણે મૂળ અમદાવાદીઓ, જેઓ ભાજપની હારમાળાના સાક્ષી હતા, તેઓ હવે પશ્ચિમ અમદાવાદ કે અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી ગયા છે.

આ પણ વાંચો: મારામારી સામસામે છતાં ફરિયાદ એકપક્ષે? : ડભોઈમાં ફોર્મ ખેંચવાની બબાલમાં કોંગ્રેસ પ્રમુખ સહિત 7 સામે એટ્રોસિટી

આંકડાકીય જંગ: 25000 મતોનું ગાબડું

છેલ્લી 2021ની ચૂંટણીમાં ખાડિયા વોર્ડમાં 97,776 મતદારો નોંધાયા હતા, જે એસઆઈઆર (SIR) પ્રક્રિયા બાદ ઘટીને હવે માત્ર 72,317 રહી ગયા છે. આશરે 25 હજાર મતોનો આ ઘટાડો હાર-જીતનું મુખ્ય કારણ બની શકે છે.

  • કુલ મતદારો: 72,317

  • બુથ વિભાજન: લઘુમતી વિસ્તાર: 17 બુથ

  • બહુમતી વિસ્તાર: 30 બુથ

  • મિક્સ વસ્તી ધરાવતા વિસ્તાર: 35 બુથ

આ પણ વાંચો: Dholera બનશે ભારતનું 'સેમિકન્ડક્ટર હબ' : ટાટા સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે SEZ જાહેર, ₹91,000 કરોડનું રોકાણ!

કોંગ્રેસની ગણતરી: અયોધ્યા જેવો ઝાટકો આપવાની તૈયારી?

કોંગ્રેસ આ વખતે આશાવાદી જણાઈ રહી છે. કોંગ્રેસ નેતા જગત શુક્લાના જણાવ્યા મુજબ, ગત ચૂંટણીમાં AIMIM અને AAP જેવી પાર્ટીઓ 11 હજાર જેટલા મતો લઈ ગઈ હતી, છતાં કોંગ્રેસના ઉમેદવારો નજીવા અંતરથી હાર્યા હતા. આ વખતે એન્ટી-ઈન્કમ્બન્સી અને મતદારોના ઘટાડાને જોતા કોંગ્રેસ અહીં ભાજપને 'અયોધ્યા' જેવો આંચકો આપવાની રણનીતિ બનાવી રહી છે. જો બહુમતી વિસ્તારોમાં મતદાન ઓછું થાય, તો ભાજપના ગઢમાં મોટું ગાબડું પડી શકે છે.

ભાજપનો પલટવાર: EWS આવાસ બનશે તારણહાર?

સામે પક્ષે ભાજપ પણ હાર માનવા તૈયાર નથી. પૂર્વ કોર્પોરેટર મયુર દવે અને ભાજપના રણનીતિકારોનું માનવું છે કે તેમણે આ સ્થિતિનું પૂર્વાનુમાન અગાઉથી જ કરી લીધું હતું. બંધ મિલોની ખાલી જમીન પર EWS આવાસ બનાવીને જે નવા પરિવારોને વસાવવામાં આવ્યા છે, તેઓ ભાજપની વોટબેંકમાં ઉમેરો કરશે. સરકારી યોજનાઓના લાભાર્થીઓ ભાજપનો સાથ નિભાવશે તેવી પક્ષને આશા છે.

આ પણ વાંચો: તૈયાર રહેજો! : આકાશમાંથી વરસશે અગનગોળા અને પછી આવશે વરસાદ, હવામાન વિભાગે કરી ખતરનાક આગાહી

ખાડિયાનો જંગ માત્ર એક બેઠકનો જંગ નથી, પણ પ્રતિષ્ઠાનો જંગ છે. એક તરફ પલાયન કરી ગયેલા મતદારો અને સ્થાનિક પ્રશ્નો છે, તો બીજી તરફ ભાજપનું સંગઠન અને નવા આવાસ યોજનાના મતદારો છે. શું ખાડિયા ભાજપનો ગઢ જળવાઈ રહેશે કે પછી કોંગ્રેસ પરિવર્તન લાવવામાં સફળ થશે? તેનો નિર્ણય આગામી ચૂંટણીના પરિણામો જ કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now