ચૂંટણીના તંગ માહોલ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)નું સત્તાવાર Instagram એકાઉન્ટ અચાનક બંધ થવાની ઘટના સામે આવી છે જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા ઊભી થઈ છે. સોશિયલ મીડિયા રાજકીય સંદેશા અને પ્રચાર માટે મહત્વપૂર્ણ સાધન બની ચૂક્યું છે ત્યારે આ પ્રકારની ઘટના ચૂંટણી પૂર્વે વિશેષ મહત્વ ધરાવે છે. આ એકાઉન્ટ કેમ બંધ કરવામાં આવ્યું તેની કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. આ અનિશ્ચિતતા વચ્ચે વિવિધ અટકળો ચાલી રહી છે, પરંતુ સત્તાવાર પુષ્ટિ ના થતા કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
સોશિયલ મીડિયા અને રાજકારણ
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયા ચૂંટણી અભિયાનનું કેન્દ્રબિંદુ રહ્યું છે. ખાસ કરીને આપ પાર્ટી જેવી પાર્ટીઓ માટે Instagram, Facebook અને X (Twitter) જેવા પ્લેટફોર્મ મતદાતાઓ સુધી સીધો સંદેશ પહોંચાડવામાં મહત્વપૂર્ણ માધ્યમ રહ્યું છે. કાલે ચૂંટણી પડઘમ શાંત થયા છે એટલે રાજકિય પાર્ટીઓ સોશિયલ મીડિયા અને ડોર ટુ ડોર પ્રચારમાં સક્રિય થઈ છે તેવામાં આપ પાર્ટીનું Instagram એકાઉન્ટ બંધ થવાથી પ્રચાર કરવામાં મુશ્કેલી પડી શકે છે.
આ પણ વાંચો: "લોકો ગૂગલ પર શોધી લે કે..." : પંજાબના ઉદાહરણ સાથે વિપક્ષ પર હર્ષ સંઘવીનો પ્રહાર
કારણ શું હોઈ શકે?
આ એકાઉન્ટ બંધ થવાના પાછળના કારણો અંગે અનેક સંભાવનાઓ ચર્ચામાં છે, જેમ કે પ્લેટફોર્મ પોલિસીનો ભંગ, રિપોર્ટિંગ અથવા ટેકનિકલ ગડબડ. જોકે, આમાંથી કોઈ પણ બાબતને લઈને સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. સામાન્ય રીતે પોતાની કોમ્યુનિટી ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન થવા પર એકાઉન્ટ પર કાર્યવાહી થતી હોય છે પરંતુ આવા કેસોમાં પણ કેટલી વખત વિગતવાર કારણ જાહેર થઈ શકતું નથી. આ કેસમાં પણ હાલ એ જ સ્થિતિ જોવા મળી રહી છે.
આ પણ વાંચો: પંચમહાલ જિલ્લા અને તાલુકા પંચાયતની કેટલી બેઠકો પર યોજાશે ચૂંટણી : જાણો ગોધરા નપાની પણ શું છે સ્થિતિ
પાર્ટી તરફથી નથી થઈ કોઈ સ્પષ્ટતા
આમ આદમી પાર્ટી તરફથી હજુ સુધી સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ ટૂંક સમયમાં સ્પષ્ટતા આપવામાં આવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પાર્ટી આ મુદ્દે હજુ સ્પષ્ટ નથી કે Instagram એકાઉન્ટ કેવી રીતે બંધ થયું છે. આવી ઘટનાઓ ચૂંટણી દરમિયાન વધુ સંવેદનશીલ બની જાય છે અને તેનો પ્રચાર તથા જનમાનસ પર સીધો પ્રભાવ પડી શકે છે.
જો કોઈ એકાઉન્ટ અચાનક બંધ થઈ જાય, તો તે પાર્ટીના સંદેશાવ્યવહાર પર તાત્કાલિક અસર કરે છે. આ અંગે હાલ કોઈ ખુલાસો નથી થયો પરંતુ આ એકાઉન્ટ ફરી શરૂ થાય છે કે નહીં તે એક સવાલ છે. એકાઉન્ટ બંધ થવા પાછળનું કારણ પણ અતી મહત્વનું માનવામાં આવે છે. આ મુદ્દે આગામી સમયમાં વધુ સ્પષ્ટતા આવે તેવી શક્યતા છે.






