Home Gujarat Vadodara Vadodara Kajukatri Political Controversy Bjp Congress

'કાજુ કતરી' હવે માત્ર મીઠાઈ નહીં, પણ દરેક ગોટાળાનો જાહેર પુરાવો બનશે : જય પ્રકાશ સોનીને સ્વેજલ વ્યાસનો જવાબ

સ્વેજલ વ્યાસની છબી
Published by: Niraj Chokshi
Last Updated: May 02, 2026, 02:29 PM IST

વડોદરાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડોદરા ભાજપનાં અધ્યક્ષ જય પ્રકાશ સોનીએ કોંગ્રેસના સ્વેજ વ્યાસને એક પત્ર સાથે કાજુ કતરી મોકલી છે. પત્રમાં લખ્યું છે કે, ફેસબુક પોસ્ટ પરથી જાણવા મળ્યું કે તમે કાજુકતરી ખવડાવવા નમો કમલમ આવવાના હતા. તમે આવ્યા નહીં એટલે તમે કાજુ કતરી મોકલી રહ્યો છે. જય પ્રકાશ સોની તરફથી કુરિયર માં મોકલેલી “કાજુ કતરી” નો સ્વેજલ વ્યાસે સ્વીકાર કરીને કડક સંદેશ આપ્યો છે.

સ્વેજલ વ્યાસે કહ્યું, સાહેબ, 1847 વોટની નાજુક લીડને વિજય સમજીને ઉજવણી કરો છો, પણ હકીકતમાં આ જનતાનો સીધો ચેતાવણી સંદેશ છે. એક સમય હતો જ્યારે વોર્ડ નં. 8 માં 10,000ની લીડથી જીતતા, અને આજે AIMIM 1650 અને AAP 1000 તમારા મત ખાઈ ગયા પછી માંડ માંડ 1847 વોટ માં લટકી ગયા.આ જીત નહીં, વિશ્વાસનો પતન.

આ વ્યંગ કર્યો

સ્વેજલ વ્યાસે કહ્યું, 250 ગ્રામ કાજુ કતરી મોકલવાનું કારણ માત્ર મીઠાઈ નથી પણ વ્યંગ છે. કેમ કે હવે વડોદરામાં દરેક ભ્રષ્ટાચારની ફાઈલ સાથે “કાજુ કતરી”નું નામ જોડાશે. સમશાનના 8000ના લાકડાંથી લઈને સિસોટી અને વિશ્વામિત્રી સુધી, શહેરને લૂંટવાની જે પરંપરા ઉભી કરી છે, તે હવે છુપાઈ નહીં રહે.

આ પણ વાંચો: MSU વડોદરાના અભ્યાસક્રમમાં 'મોદી તત્વ' અને 'RSS ઇતિહાસ'! : સમાજશાસ્ત્ર કોર્સને લઈને ચર્ચા તેજ

ભ્રમ ના રાખતા

સ્વેજલ વ્યાસે કહ્યું સાહેબ, તમને અને તમારી પાર્ટીને આ ભ્રમ ન રહે કે સામે કોઈ નબળો છે. સ્વેજલ વ્યાસે કોઈ ઓફિસ ખોલી નહીં, કોઈ ઝંડા લગાવ્યા નહીં, કોઈ રેલી કે સ્ટાર પ્રચારક લાવ્યા નહીં છતાં તમને ધારાસભ્ય, સાંસદ અને પ્રદેશ પ્રમુખને મેદાનમાં ઉતારવા પડ્યા. આ હારની શરૂઆત છે, અને એનો ઈશારો તમને સમજવો જોઈએ.

આ પણ વાંચો: સુરતમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું થયું સમાપન : રૂ.3.53 લાખ કરોડના 2792 MoU થયાં

હવે ફાઈલો ખુલશે

સ્વેજલ વ્યાસે કહ્યું, આવનાર 5 વર્ષમાં કોર્પોરેશનની દરેક ફાઈલ ખૂલે તો નવાઈ નહીં. દરેક ટેન્ડર, દરેક કામ, દરેક ખર્ચ પર નજર રહેશે. હવે “સિસ્ટમ” ચલાવવાની આદત છોડવી પડશે, કેમ કે સામે નજર રાખનાર ઉભો છે.

અને એક વાત સ્પષ્ટ છે. શહેરના હિતમાં કામ કરશો તો સાથ મળશે પરંતુ જો ભ્રષ્ટાચાર ચાલુ રાખશો તો દરેક મુદ્દે ખુલ્લી ટક્કર મળશે. “કાજુ કતરી” હવે માત્ર મીઠાઈ નહીં, પણ દરેક ગોટાળાનો જાહેર પુરાવો બનશે.

આને ચેતવણી માનો કે શરૂઆત.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now