ખેડૂતોને ખેતી પાકમાં નુકસાન પહોંચાડતા રોઝડા મામલે દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ''રોઝડાને વન સંરક્ષક ધારાથી સુરક્ષિત પ્રાણીની શ્રેણીમાં મુકાયેલો છે, જેના કારણે તેને સીધી રીતે મારી શકાતું નથી અને કોઈ મારે કે તેને નુકસાન પહોંચાડે તો તે મારનારને વન સંરક્ષક ધારા હેઠળ જેલમાં જેવું પડે છે. જ્યારે હું કૃષિ મંત્રી હતો ત્યારે પણ ફરિયાદો ઉઠી હતી. જે અંગેની કેટલીક મહત્વની જોગવાઈઓ કરી હતી''.
''...ચોક્કસ પ્રક્રિયાથી મારી શકાય છે''
તેમણે જોગવાઈ અંગે વાત કરતા કહ્યું કે, ''ખેતીમાં રોઝડાના ત્રાસને નિયંત્રણમાં લેવા ગુજરાત સરકારના નિયમો અનુસાર ચોક્કસ પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી બને છે અને રોઝડા જેવા જંગલી પ્રાણીઓને મારવા માટે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા મંજૂરી મેળવવી પણ જરૂરી છે. કારણ કે, વન્ય સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ તેઓ સુરક્ષિત હોઈ કેટલી પ્રક્રિયાને અનુસરવી પડતી હોય છે.'' વધુમાં કહ્યું કે, ''હાલ કૃષિ પાકોને રોઝડા દ્વારા ભારે નુકશાની થઈ રહી હોવાથી સરકારે વિચારણા કરવી જોઈએ''.
''હું કૃષિ મંત્રી હતો ત્યારથી મારવાની પદ્ધતિ...''
દિલીપ સંઘાણી કહ્યું કે, ''હું જ્યારે કૃષિ મંત્રી હતો ત્યારથી મારવાની પદ્ધતિ અને પરવાનગી વન વિભાગ પાસેથી લેવાની છે. આ અધિકારો મામલે સંરપંચને પણ કેટલીક સત્તાઓ હતી. જેમાં બે પ્રકારના ફોર્મ આપવામાં આવતા હતા. સંરપંચને કેવી રીતે મંજૂરી અને ફોર્મ આપવું તે, એટલે કે, જે ખેડૂત અરજી કરે તો તે અરજી પર મંજૂરી આપે તો તેને ગુનો પણ ગણાતો નથી. જેને માર્યા પછી વેચી દેવામાં આવતો નથી પરંતુ ખોડો ખોદી દાટી દેવામાં આવે છે. આ બાબતે પરિપત્ર હું જ્યારે કૃષિ મંત્રી હતો અને નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના ખેડૂતોના પાક બચાવવા માટે કરવામાં આવ્યો હતો.