logo-img
The Mastermind Of The 2200 Crore Cricket Betting Scam Is Arrested

2200 કરોડના ક્રિકેટ સટ્ટાકાંડનો મુખ્ય સૂત્રધાર સકંજામાં : દુબઈથી ઝડપાયો હર્ષિત જૈન, જાણો શું છે આખો મામલો

2200 કરોડના ક્રિકેટ સટ્ટાકાંડનો મુખ્ય સૂત્રધાર સકંજામાં
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Sep 05, 2025, 12:18 PM IST

ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC), જેને સૌથી મજબૂત દળ માનવામાં આવે છે, એણે 2200 કરોડથી વધુના માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનને દુબઈથી ઝડપી લીધો છે. આ ઓપરેશન DIG નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું હતું.

કેવી રીતે પકડાયો હર્ષિત જૈન?

  • હર્ષિત સામે લુકઆઉટ સર્ક્યુલર અને રેડ કોર્નર નોટિસ જાહેર હતી.

  • દુબઈ પોલીસે તેને લોકેટ કર્યા બાદ SMC સાથે સંકલન કરીને ભારત ડિપોર્ટ કર્યો.

હવે કોના પર સકંજો?

  • હર્ષિત જૈન પકડાતા હવે સૌરભ ચંદ્રાકર અને અમિત મજેઠિયા સુધી પોલીસે સકંજાનો ઘેરાવો શરૂ કર્યો છે.

  • અન્ય બુકીઓ પર પણ કડક કાર્યવાહી થવાની સંભાવના.

  • મોટાભાગના બુકીઓ વિદેશમાં વસે છે અને રાજકીય તથા IPS અધિકારીઓ સાથેના ઘરોબાના કારણે અત્યાર સુધી બચી જતા હતા.

શું છે માધુપુરા સટ્ટાકાંડ?

  • તારીખ : 28 માર્ચ 2023

  • સ્થળ : માધુપુરા, અમદાવાદ – સુમિલ કોમ્પ્લેક્સ

  • 2200 કરોડથી વધુના ક્રિકેટ સટ્ટાનો ભાંડાફોડ અમદાવાદ પીસીબીએ કર્યો હતો.

    દરોડા દરમ્યાન કબજે કરાયેલ મુદ્દામાલ :

    • 7 મોબાઇલ, 3 લેપટોપ

    • 536 ચેકબુક, 538 ડેબિટ કાર્ડ

    • 14 POS મશીન, 193 સિમકાર્ડ

    • 7 પાનકાર્ડ, 83 કંપનીના સિક્કા

    • 20 ડિજિટલ સિગ્નેચર ડિવાઇસ

    • રોકડ : ₹3.38 લાખ

કેવી રીતે રમાતો હતો સટ્ટો?

  • વેલોસિટી સર્વર અને મેટાટ્રેડર એપ દ્વારા ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું.

  • એજન્ટોની ચેનલ બનાવીને નવી આઈડી સર્જાતી અને લોકો જોડાતા.

  • આખી ચેનલમાંથી કરોડોના વ્યવહાર થતા.

  • માસ્ટરમાઇન્ડ દીપક ઠક્કરને પણ SMCએ સપ્ટેમ્બર 2024માં દુબઈથી ઝડપ્યો હતો.

આ ઓપરેશન બાદ ગુજરાત પોલીસે દાવો કર્યો છે કે હવે બાકીના બુકીઓ પણ કાયદાની જાળમાં આવશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now