logo-img
The Vice Governor Of This Country Visited Bhupendra Patel

ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે આવ્યા આ દેશના વાઇસ ગવર્નર : સેમિકન્ડક્ટર ક્ષેત્ર ગુજરાત સમગ્ર ભારતમાં અગ્રેસર

ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે આવ્યા આ દેશના વાઇસ ગવર્નર
Published by: Offbeat Team
| Last Updated: Sep 05, 2025, 10:54 AM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત જાપાનના ઈવાટે પ્રીફેક્ચરના વાઇસ ગવર્નર સાસાકી જૂનના નેતૃત્વમાં JICAના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી. આ પ્રતિનિધિ મંડળ નવી દિલ્હીમાં યોજાયેલા સેમિકોન ઇન્ડિયા-2025માં સહભાગી થવા ભારત આવેલું છે. તે દરમિયાન તેમણે રાજ્યમાં કાર્યરત જાપાનીઝ સેમિકોન ઇન્ડસ્ટ્રીઝનો મુલાકાત પ્રવાસ યોજ્યો હતો.

આ ડેલીગેશન ધોલેરા SIRમાં કાર્યરત સેમિકોન ઉદ્યોગોની સ્થળ મુલાકાત લઈને ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા જાપાનીઝ ઉદ્યોગોને મળી રહેલા સહયોગ અંગે આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્યમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝના ઝડપથી વધી રહેલા વ્યાપથી પણ આ ડેલિગેશન પ્રભાવિત થયું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત-જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોથી રાજ્યમાં સેમિકન્ડક્ટર સેક્ટરમાં જાપાનીઝ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળશે તેમ બેઠકની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું. ગુજરાત ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ ધરાવતું રાજ્ય છે અને સેમિકન્ડક્ટર હબ બનવાની પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહ્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રી એ કર્યો હતો.

આ સંદર્ભમાં તેમણે રાજ્યમાં સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમ વધુ સંગીન બનાવવા માટે જાપાનના ઇવાટે પ્રીફેક્ચર સાથે ટેકનિકલ સપોર્ટ, સ્કીલ ડેવલપમેન્ટ માટે પ્રેક્ટીકલ નોલેજ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો માટે રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ જેવા ક્ષેત્રોમાં લાંબા ગાળાના પરસ્પર સહયોગની ઉત્સુકતા દર્શાવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, નાણાં વિભાગના અગ્ર સચિવ ટી. નટરાજન, સાયન્સ એન્ડ ટેકનોલોજીના સચિવ પી. ભારતી અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now