સરદાર સરોવરના 23 દરવાજા ખોલાતા આજવા સરોવરમાં પાણીની આવકમાં વધારો થતા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલભાઈ મિસ્ત્રી જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં 2 ઈંચ જેટલો વરસાદ અને ઉપર વાસમાં સરેરાશ 5 ઈંચ જેટલો વરસાદ થયો હતો. જેના લીધે આજવા સરોવરમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો હતો. આજવા સરોવરાની સપાટી 213.46 થઈ હતી. વિશ્વામિત્રી નદી કાળાઘોડા ખાતે 11.25 ફૂટની લેવલે વહી રહી હતી. હવામાન ખાતાની આગાહીને ધ્યાને લઇ આજવા સરોવરનું લેવલ 212.50 કરવાના આશય થી 62 દરવાજા ખોલી અંદાજે 8000 ક્યુસેક પાણી સૂર્યા નદીમાં છોડવાનો નિર્ણય લીધો છે.
આજવા સરોવરના પાણીની આવકમાં થયો વધારો
વધુમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીના લેવલ સાથે હવામાન ખાતાની આગાહી ઉપર ચાંપતી નજર છે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમા છે નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી.
વડોદરા શહેરમાં વિકટ બની સ્થિતિ
સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલભાઈ મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આજવા સરોવર માથી 5 MCM જેટલું પાણી છોડવાથી 1 ફૂટ જેટલું જળસ્તર ઘટશે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં મહત્તમ 3 થી 4 ફૂટ જેટલી વધારો થશે જે જોખમી લેવલથી ઘણી નીચી રહેશે. આજવા સરોવરની સંગ્રહ ક્ષમતામાં વધારવા માટે ઉપરવાસમાં થયેલ વરસાદના પગલે આજવાનું જળ સ્તર ઘટાડવા સંપૂર્ણ આયોજન બદ્ધ કવાયત હાથ ધરવામાં આવી છે. જે નાગરિકોને બિલકુલ ગભરાવવાની જરૂર નથી. પરિસ્થિતિ જોઈને આજવા ડેમના દરવાજા ખોલ - બંધ કરી પરિસ્થિતિ કાબુમાં રાખવામાં આવશે.