Gandhinagar Weather Update: હવામાન કેન્દ્ર અમદાવાદ દ્રારા આગામી 11 સપ્ટેમ્બર સુધી 6 દિવસો દરમ્યાનની ગાંધીનગર જિલ્લામાં હવામાન અંગે આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર, આ દિવસો દરમિયાન ગાંધીનગરમાં છૂટાછવાયાં વરસાદની શક્યતા છે. ત્યારે 6 અને 7 સપ્ટેમ્બરના રોજ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
આ સિવાય અન્ય તમામ દિવસોમાં હળવાથી સામાન્ય વરસાદની સ્થિતિ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે.
નવરાત્રી દરમિયાન અંબાલાલની આગાહી
ગુજરાતમાં છુટાછવાયા વરસાદ બાદ હવે ખેલૈયાઓ માટે માઠા સમાચાર. મેઘરાજા નવરાત્રીનો માહોલ બગાડવા તોફાની બેટિંગ કરવા માટે તૈયાર છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી કહેર વરસી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે નવરાત્રીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવી છે. સાથે સાથે છઠ્ઠા નોરતાથી દશેરા સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જાણો કયા કયા જિલ્લામાં વરસાદ બગાડશે બાજી.
ગાંધીનગર સહિત ઘણા ભાગોમાં 6થી 8 ઈંચ વરસાદની શક્યતા દર્શાવાઈ છે. જ્યારે દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં પણ વરસાદની સંભાવના દર્શાવી છે. વલસાડ, સુરત, ખંભાત, આણંદમાં હળવા વરસાદની સંભાવના રહેશે. જો બીજી બાજુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો જુનાગઢ અને ભાવનગર સહિત આસપાસના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે.