રાજકોટ થી 20 કિલોમીટર દૂર આવેલા રીબડા ગામ ખાતે આજે જસ્ટિસફોર રીબડાના નારા સાથે એક મહાસંમેલન યોજવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રીબડાના અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને એક જૂના કેસમાં ફરી હાજર થવાનું કહેવામાં આવ્યું છે.
હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાને રાહત ન મળતા 19 તારીખ સુધીમાં તેમને હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં અનિરુદ્ધસિંહ જાડેજાના બચાવમાં ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ સહિતના અનેક સમાજો આજે રીબડા ખાતે ભેગા થયા છે.
આ કેસમાં અનિરુદ્ધસિંહને 19 વર્ષ ની સજા થઈ હતી જે તેમને પૂર્ણ કરી હતી પરંતુ કેસમાં તેમણે ફરી જેલ કરવામાં આવે તેવી શક્યતાને આધારે આજે રીબડા ખાતે રીબડામાં સંમેલન યોજાય રહ્યું છે. ગોંડલ તાલુકાના રીબડા ગામે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ સંમેલન અને શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અનિરુદ્ધસિંહ જાડેજાની સજામાફી માટે સરકારમાં માગ આ સંમેલનનો હેતુ છે. ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા છે.