logo-img
Heavy Rains Forecast Across Gujarat Somewhere Red Somewhere Orange And Somewhere Yellow Alert From The Meteorological Department

ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી : ક્યાંક રેડ, ક્યાંક ઓેરેન્જ તો ક્યાંક હવામાન વિભાગનું યલો એલર્ટ

ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી
Published by: Offbeat Team
| Last Updated: Sep 05, 2025, 04:20 AM IST

હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં હાલ વરસાદી માહોલ યથાવત્ છે. આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. આગામી 7 દિવસ દરમિયાન કેટલાક જિલ્લામાં ભારે વરસાદ તો કેટલાક જિલ્લામાં હળવો વરસાદ રહેવાની શક્યતા છે.

  • રેડ એલર્ટ : નર્મદા, તાપી

  • ઓરેન્જ એલર્ટ : ભરૂચ, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ

  • યલો એલર્ટ : ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા

માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

આ સિસ્ટમ 16 સપ્ટેમ્બર સુધી સક્રિય રહેવાની સંભાવના છે.

નવરાત્રી અંગે ચિંતાજનક આગાહી
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે નવરાત્રી દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ખાસ કરીને છઠ્ઠા નોરતેથી દશેરા સુધી વરસાદના કારણે ખેલૈયાઓને મુશ્કેલી પડી શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now