આજ રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે. હવામાન ખાતાની તાજી આગાહી મુજબ આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે.
ભારે વરસાદની આગાહી
દાહોદ, પંચમહાલ, મહીસાગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં 15 mm/hr થી વધુ ભારે વરસાદ થવાની શક્યતા.
પવનની ગતિ 41 થી 61 kmph સુધી પહોંચી શકે છે.
આ વિસ્તારોમાં વીજળી પડવાની સંભાવના 60% થી વધુ.
રસ્તા બંધ થવા, ટ્રાફિક જામ, અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા.
મધ્યમ વરસાદ
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, મોરબી, રાજકોટ, અમરેલી અને કચ્છ જિલ્લામાં 5 થી 15 mm/hr વરસાદની શક્યતા.
પવનની ઝડપ 40 kmph કરતાં ઓછી રહેશે.
વીજળી પડવાની સંભાવના 30% થી 60%.
હળવો વરસાદ
જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડશે.
સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ
પાણીની આવક ઘટતા સવારે 7 વાગ્યે 15 માંથી 5 દરવાજા બંધ કરાયા.
હાલ 10 દરવાજા 1.40 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.
નદીમાં 1,00,000 ક્યુસેક દરવાજાઓ મારફતે અને 45,000 ક્યુસેક પાવરહાઉસ મારફતે મળી કુલ 1,45,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
યલો એલર્ટ
રાજ્યના 18 જિલ્લા અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર.