logo-img
Pm Kisan 21st Installment Update

PM Kisan 21st installment Update : આ મહિને જાહેર થશે PM કિસાન યોજનાનો આગામી હપ્તો

PM Kisan 21st installment Update
Published by: Offbeat Team
| Last Updated: Aug 29, 2025, 11:27 AM IST

PM Kisan 21st installment Update: દેશના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી 21મો હપ્તો તેમના બેન્ક એકાઉન્ટમાં આવવા જઈ રહ્યો છે. એવાં ખેડૂતો સતત વિચારી રહ્યા છે કે તેમના બેન્ક એકાઉન્ટમાં 21મો હપ્તો ક્યારે આવશે? જો તમે પણ આ યોજના સાથે જોડાયેલા છો અને 2-2 હજાર રૂપિયાના હપ્તાની રાહ જોઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે જ છે.

PM કિસાન યોજના શું છે?

PM કિસાન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયાની આર્થિક સહાયતા કરવામાં આવી છે. જે 2-2 હજારના 3 હપ્તામાં ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં DBT ના માધ્યમે મોકલવામાં આવે છે. આ યોજનાના માધ્યમે ખેડૂતો પોતાની નાની-મોટી જરૂરીયાતો પૂરી કરી શકે છે. PM કિસાન યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે અને આનો લાભ ફક્ત તે જ ખેડૂતોને મળે છે જે આ યોજના માટે લાયક છે.

PM કિસાન યોજનાનો 21મો હપ્તો ક્યારે જાહેર થશે?

અત્યાર સુધી કુલ 20 હપ્તા આવી ગયા છે અને 21માં હપ્તા માટે ખેડૂતો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે PM કિસાનનો 21મો હપ્તો નવેમ્બર કે ડિસેમ્બર મહિનામાં જાહેર થઈ શકે છે, કારણ કે દરેક હપ્તો લગભગ ચાર-ચાર મહિનાના સમય પર આવે છે.

જોકે, હજુ સુધી PM કિસાનનો આગમી હપ્તો જાહેર કરવાની કોઈ તારીખને લઈ સરકાર તરફથી સત્તાવાર જાહેરાત નથી કારવમાં આવી.

ખેડૂતોએ આ કામ પૂરું કરવું જરૂરી

પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવા માટે, ખેડૂતોએ કેટલાક જરૂરી કામ સમયસર કરવા પડશે. સૌથી મહત્વપૂર્ણ કામ e-KYC છે. જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો. તો અત્યાર સુધી બધા હપ્તા તમારા ખાતામાં સમયસર આવી ગયા છે. તો પછી કોઈ ગેરંટી નથી કે આગામી હપ્તો પણ આવશે.

કારણ કે જે ખેડૂતોએ e-KYC કર્યું નથી, તેમના લાભો અટકી શકે છે. તેથી, જો e-KYC થયું નથી, તો જરા પણ મોડું કર્યા વિના પહેલા આ કાર્ય પૂરું કરો. તમે યોજનાના ઓનલાઈન પોર્ટલ અથવા નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને તેને પૂરું કરી શકો છો.

આ કારણોસર હપ્તા પણ અટકી શકે છે

માત્ર e-KYC જ નહીં, ખેડૂતોએ તેમના બેંક એકાઉન્ટ, આધાર અને અન્ય વ્યક્તિગત માહિતી પર પણ ધ્યાન આપવાની જરૂર છે. જો આમાં કોઈ ભૂલ હોય કે કોઈ અપડેટ ન હોય, તો હપ્તા અટકી જવાની શક્યતા રહે છે. આ સિવાય, રજીસ્ટ્રેશન અથવા દસ્તાવેજો યોગ્ય રીતે ન કરવામાં આવે તો હપ્તા પણ બંધ થઈ શકે છે. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે બેંક એકાઉન્ટમાં ટેકનિકલ સમસ્યાને કારણે અથવા બેંક ખાતું બંધ થવાને કારણે હપ્તા મળતા નથી. તેથી આ બધી બાબતો ધ્યાનમાં રાખો અને જો કોઈ ખામી હોય તો તે તાત્કાલિક સુધારવો કરાવો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now