ખેડુતોને તેઓની ઉત્પાદિત જણસીઓના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારશ્રીએ વર્ષ:2025-26ના ખરીફ પાકો મગફળી માટે રૂ.726.03 મગ માટે રૂ.8768, અડદ માટે રૂ.7800 તથા સોયાબીન માટે રૂ.5328 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવો જાહેર કરેલ છે.
ટેકાના ભાવે ખરીદી કરાશે
બજારમાં જે તે જણસીઓના બજારભાવ ટેકાના ભાવ કરતાં નીચા રહે તે સંજોગોમાં ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે ભારત સરકારની પી.એમ. આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજયમાં આ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે ચાલુ સીઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર મારફત કરવામાં આવેલ છે.
મગફળી, મગ, અડદ અને સોયાબીન ટેકાના ભાવે ખરીદી કરાશે
રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તા.01-09-2025 થી તા.15-09-2025 સુધી ખેડૂતોની નોંધણી કરવા ખેડુત જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઈ (VCE) મારફતે તેમજ ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓ વિના મૂલ્યે ઓનલાઈન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ મારફત શરૂ કરવામાં આવનાર છે. જેનો લાભ લેવા ખેડૂતોને જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબાર યાદીમાં જણાવ્યું છે.