Home Agriculture Many Farmers Of Coastal Areas Of Gujarat Became Rich By Planting Cocont

શ્રીફળનું વાવેતર કરીને શ્રીમંત બન્યા ગુજરાતના દરિયાકાંઠાના અનેક ખેડૂતો : 26 કરોડ યુનિટથી પણ વધ્યું લીલા નાળિયેરનું વાર્ષિક ઉત્પાદન

શ્રીફળનું વાવેતર કરીને શ્રીમંત બન્યા ગુજરાતના દરિયાકાંઠાના અનેક ખેડૂતો
Published by: Offbeat Team
| Last Updated: Sep 01, 2025, 06:56 AM IST

રાજ્યમાં છેલ્લા એક દાયકામાં નાળિયેરીનો વાવેતર વિસ્તાર 5,746 હેક્ટર વધ્યો;

"ગુજરાતમાંથી ઉત્પાદનના ૪૦ ટકા નાળિયેરની દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ"

દેશનો સૌથી લાંબો દરિયાકિનારો હોવાથી ગુજરાતમાં નાળિયેર ઉત્પાદનની શક્યતાઓ સૌથી વધુ

‘ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ’ માટે ચાલુ વર્ષે બજેટમાં રૂ. 550 લાખની જોગવાઈ

નાળિયેરીનું વાવેતર કરતા ખેડૂતોને વિવિધ ઘટકો હેઠળ કુલ રૂ. 42,500 સુધીની સહાય


સમગ્ર વિશ્વમાં ૨ સપ્ટેમ્બરને ‘નાળિયેર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. નાળિયેરમાં રહેલા ગુણોથી લોકોને જાગૃત કરવા તેમજ રોજગાર સહિત વિવિધ ઉત્પાદનોમાં નાળિયેરના મહત્વને સમજાવવા માટે આ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવે છે. નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન અને તેની નિકાસ કરતા પ્રથમ હરોળના દેશોમાં ભારત મુખ્ય સ્થાન ધરાવે છે. નાળિયેરના ઉત્પાદન અને નિકાસમાં ગુજરાત મહત્તમ ફાળો આપી શકે તેમજ નાળિયેરના વાવેતરથી ખેડૂતો મહત્તમ આવક મેળવી શકે તેવા ઉમદા આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર નાળિયેરી વિકાસને પુષ્કળ પ્રોત્સાહન આપી રહી છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે નાળિયેર દિવસ સંદર્ભે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં નાળિયેરી વિકાસની સુવર્ણ કેડી કંડારી હતી. જેના ફળસ્વરૂપે આજે ગુજરાતમાં નાળિયેરનો વાવેતર વિસ્તાર અને ઉત્પાદન સતત વધી રહ્યું છે. છેલ્લા એક દાયકામાં જ નાળિયેરીના વાવેતર વિસ્તારમાં 5,746 હેક્ટરનો વધારો થયો છે. વર્ષ 2014-15માં નાળિયેરનો વાવેતર વિસ્તાર 22,451 હેક્ટર હતો, જે વર્ષ 2024-25માં વધીને 28,197 હેક્ટર સુધી પહોંચ્યો છે. અત્યારે ગુજરાતમાં લીલા નાળિયેરનું (ત્રોફાનું) વાર્ષિક ઉત્પાદન 26.09 કરોડ યુનિટથી પણ વધુ છે.

ગુજરાતમાં નાળિયેરી ઉત્પાદનની શક્યતાઓ પુષ્કળ:

ગુજરાત દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય હોવાથી રાજ્યમાં નાળિયેરી ઉત્પાદનની શક્યતાઓ સૌથી વધુ છે. ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લામાં હાલ ૪૫.૬૧ લાખ હેક્ટર જેટલો વિસ્તાર ખેતી લાયક છે, જેને ધ્યાને રાખીને દરિયાકાંઠાના જિલ્લામાં નાળીયેરીનો વાવેતર વિસ્તાર ૨૮,૦૦૦ હેક્ટરથી વધીને ૭૦,૦૦૦ થી ૮૦,૦૦૦ હેક્ટર સુધી પહોંચવાની શક્યતા ધરાવે છે. હાલ ગુજરાતમાં નાળિયેરનું ઉત્પાદન મુખ્યત્વે ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, વલસાડ, કચ્છ, નવસારી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થાય છે. દરિયાકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ નાળિયેરીનું ઉત્પાદન વધે તે માટે નાળિયેરીના ઉત્પાદનને પૂરતું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

નાણાકીય સહાયથી નાળિયેર ઉત્પાદનને મળશે વેગ:

ગુજરાતમાં નાળીયેરીની ખેતી, ઉત્પાદન અને નાળીયેરી સંબંધિત ઉદ્યોગોના સંકલિત વિકાસને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે “ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ” અમલમાં મૂક્યો હતો. ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ માટે ચાલુ વર્ષે રાજ્ય સરકારે બજેટમાં રૂ. ૫૫૦ લાખ જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને નાળિયેરીના વાવેતર વિસ્તાર માટે જે ખર્ચ થયો હોય, તેના ૭૫ ટકા મહત્તમ રૂ. ૩૭,૫૦૦ પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.

સાથે જ, નાળીયેરીમાં સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થા૫ન માટે ખર્ચના 50 ટકા મુજબ મહત્તમ રૂ.5,000 પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. આ તમામ સહાય ખેડૂત દીઠ અથવા ખાતા દીઠ 4 હેક્ટરની મર્યાદામાં સીધી ખેડૂતોના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય પ્લાન યોજના અંતર્ગત નાળિયેરીના પ્લાન્ટીંગ મટીરીયલ્સ માટે પણ ખર્ચના મહત્તમ 90 ટકા મુજબ રૂ.13,000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે છે. રાજ્ય સરકારના નાળિયેરી વિકાસ માટેના સરાહનીય પગલાથી ગુજરાતના નાળિયેરી ઉત્પાદનમાં વધારો થશે.

ઉનાળામાં નાળિયેરની માગ સૌથી વધુ:

ગુજરાતમાં ઉત્પાદન થતા કુલ નાળિયેરમાંથી મુખ્યત્વે નાળિયેરનું ત્રોફા તરીકે ઉત્પાદન થાય છે. ગુજરાતમાં ઉત્પાદિત થતા આશરે 40 ટકા જેટલા નાળિયેરની દિલ્હી, પંજાબ, હરિયાણા રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે. બારે માસ મળતા નાળિયેરની માંગ ઉનાળામાં એટલે કે, માર્ચથી જૂન મહિના દરમિયાન સૌથી વધુ હોય છે. આ ઉપરાંત ૫ ટકા નાળિયેરનું ખેડૂતો પોતાના માટે અને બીજ તરીકે ઉત્પાદન કરે છે.

નાળિયેરના મૂલ્યવર્ધન થકી મબલખ આવક:

ભારતીય સંસ્કૃતિમાં કલ્પવૃક્ષ સમાન નાળિયેરને શ્રીફળનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. નાળિયેર મનુષ્યના સ્વાસ્થ્ય વર્ધનમાં અનેક રીતે આશિર્વાદરૂપ હોવાથી તેનું મૂલ્યવર્ધન પણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના અનેક ખેડૂતો અને કૃષી એકમો નાળિયેરમાંથી તેલ, વર્જિન કોકોનટ ઓઈલ, નાળિયેરનું દૂધ, નાળિયેર પાણીનાં ટેટ્રાપૅક/બૉટલ, કોકોનટ કુકી, કોકોનટ બરફી, વિનેગર, ફ્લેક્સ, ચિપ્સ, ઓઈલ કેક અને નીરા વગેરે બનાવી, તેનું વેચાણ કરીને મબલખ આવક મેળવી રહ્યા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Agriculture; કમોસમી વરસાદથી પાકને બચાવવો હોય તો એક જ વિકલ્પ છે: ગુજરાતના દરેક ખેડૂતો જાણી લેજો કૃષિ વિભાગની આ ગાઈડલાઈન

Agriculture; કમોસમી વરસાદથી પાકને બચાવવો હોય તો એક જ વિકલ્પ છે

ભીંડાની ખેતી કરીને બનો ધનવાન!: 40 દિવસમાં જ લાખોની કમાણી! જાણો કેવી રીતે બનશે નફાકારક

ભીંડાની ખેતી કરીને બનો ધનવાન!

ગુજરાતમાં માવઠાની આફત! 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન અને ધમરોળશે વરસાદ!: અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં માવઠાની આફત! 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન અને ધમરોળશે વરસાદ!

એલોવેરાની ખેતીથી કરોડોની કમાણી!: પાણી ઓછું, જોખમ નહીં, નફો અનેકગણો! જાણો ખેતીના રહસ્યો અને ટિપ્સ

એલોવેરાની ખેતીથી કરોડોની કમાણી!

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં: ભાવ તળિયે અને કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નથી, કિસાન સંઘની સરકારને રજૂઆત

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં

ખેડૂતો માટે સોનાની ખાણ!: કેળાની ખેતીથી લાખો કમાઓ! જાણો ખેતીના ગોલ્ડન રહસ્યો

ખેડૂતો માટે સોનાની ખાણ!

જાસુદના ફૂલ ઉગાડીને બનો લખપતિ!: ઘરે બેઠા થશે કમાવવાની ઉત્તમ તક! જાણો કેવી રીતે કરવી ખેતી

જાસુદના ફૂલ ઉગાડીને બનો લખપતિ!

ગુજરાત બજેટ 2026-27: રેશનકાર્ડ ધારકો માટે 'ગ્રેઇન ATM' અને 'ડિજિટલ કૂપન'; જાણો અન્ન પુરવઠા વિભાગની મોટી જાહેરાતો

ગુજરાત બજેટ 2026-27

ખેડૂતો માટે નવી સોનેરી તક!: આ ચમત્કારિક ફળની ખેતી બનાવશે રાતારાત કરોડપતિ! જાણો ખેતી વિશે સંપૂર્ણ માહિતી

ખેડૂતો માટે નવી સોનેરી તક!

ઘેડ પંથકના ખેડૂતોનું ચમકશે નસીબ: અર્જુન મોઢવાડિયાએ જાહેર કરી ₹1534 કરોડની મેગા યોજના!

ઘેડ પંથકના ખેડૂતોનું ચમકશે નસીબ
Play Video

ખેડૂત મિત્રો માટે ખુશખબર!: આજે આવશે PM-Kisanનો 22મો હપ્તો, 9 કરોડથી વધુ ખેડૂતોને મળશે સીધો લાભ

ખેડૂત મિત્રો માટે ખુશખબર!

ખેડૂતોની જીત! ભાવનગરના મેથાળા બંધારાનો પ્રશ્ન ઉકેલાયો: 10 ગામોની 6550 હેક્ટર જમીનને મળશે સિંચાઈનું પાણી- મંત્રી અર્જુન મોઢવાડિયા

ખેડૂતોની જીત! ભાવનગરના મેથાળા બંધારાનો પ્રશ્ન ઉકેલાયો

ખેડૂતો માટે સુવર્ણ તક!: માર્ચમાં વાવો શાકભાજીની આ અદ્ભુત જાતો- ઉનાળામાં થશે પૈસાના ઢગલા! જાણો રેકોર્ડ કમાણીનું રહસ્ય!

ખેડૂતો માટે સુવર્ણ તક!

ખેડૂતો માટે જેકપોટ!: મકાઈની આ જાતો બનશે નોટો છાપવાનું મશીન! ટૂંકો સમય, મોટી ઉપજ, જાણો કમાણીનું રહસ્ય

ખેડૂતો માટે જેકપોટ!

ડીસાના ડાવસ ખાતે બનશે ગુજરાતની પ્રથમ હાઇટેક નર્સરી: વૈજ્ઞાનિક પદ્ધતિથી થશે દુર્લભ બીજનું જતન, સીડ બેંક અને પ્રોસેસિંગ યુનિટથી વનીકરણને મળશે નવો વેગ

ડીસાના ડાવસ ખાતે બનશે ગુજરાતની પ્રથમ હાઇટેક નર્સરી

ખેડૂતો માટે સોનાની ખાણ!: દૂધીની આ જાતો બનાવશે માલામાલ! જાણો શા માટે ખૂબ ફાયદાકારક

ખેડૂતો માટે સોનાની ખાણ!

યુદ્ધની લપેટમાં ભારતીય ખેતી: યુરિયા-DAP ભાવમાં તીવ્ર ઉછાળો, ખેડૂતોની ચિંતા વધી

યુદ્ધની લપેટમાં ભારતીય ખેતી

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની ક્રાંતિ: લોકભવન ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું મોટું નિવેદન

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની ક્રાંતિ

Miracle Man: માત્ર 5 ચોપડી પાસ ‘મિરેકલ મેન’ દિપક પટેલે પશુપાલકોની આવક જબરદસ્ત વધારી દીધી! જાણો કેવી રીતે?

Miracle Man

Gardening Tips: શું તમારા છોડના પાંદડા સુકાય છે? ફૂલ નથી આવતાં? બદલાતા હવામાનમાં બગીચાને આ રીતે રાખો હર્યો-ભર્યો

Gardening Tips