રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ છે. હવામાન વિભાગે ચેતવણી આપતા જણાવ્યું છે કે આજે રાજ્યના 5 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ચેતવણી જાહેર કરી છે. દરિયાકાંઠે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
અંબાલાલ પટેલની આગાહી
પ્રખ્યાત હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે 26 ઓગસ્ટથી રાજ્યમાં વધુ એક સિસ્ટમ સક્રિય બનશે. જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા
દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે