ગુજરાતમાં હાલ વરસાદની તીવ્રતા ઘટી રહી છે, પરંતુ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આગામી દિવસોમાં ફરી વરસાદી માહોલ વિકરાળ બનવાની શક્યતા છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ૩ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
2 સપ્ટેમ્બર (આજે): દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ, ભારે વરસાદની આગાહી.
3 સપ્ટેમ્બર: નર્મદા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદ. દાહોદ, છોટાઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ.
4 સપ્ટેમ્બર (ગુરુવાર): છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી.
5 સપ્ટેમ્બર: બોટાદ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ઓરેન્જ એલર્ટ. અન્ય 17 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા.
6 સપ્ટેમ્બર (શનિવાર): બોટાદ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. અન્ય 23 જિલ્લામાં ભારે વરસાદની આગાહી.
7 સપ્ટેમ્બર: રાજ્યના છ જિલ્લા સિવાય તમામ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 3થી 10 સપ્ટેમ્બર વચ્ચે અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ વરસી શકે છે. ખાસ કરીને નદી-નાળામાં પાણી ફરી વળવાની સ્થિતિ સર્જાઈ શકે છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ વિકરાળ બની શકે છે.