કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે છે. ગઈકાલે (30 ઓગસ્ટે) તેમણે અમદાવાદમાં ગણપતિ પંડાલમાં જઈ દરશન અને આરતી કર્યા હતા. આજે, 31 ઓગસ્ટે તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસ કાર્યોનું લોકાર્પણ
ગોતા અને ચાંદલોડિયા વોર્ડમાં નવા બનેલા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ.
રાણીપ વોર્ડમાં અહલવાડીયા તળાવ પાસે વૃક્ષારોપણ.
નવા વાડજમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન ફોરેસ્ટમાં વૃક્ષારોપણ.
ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ
બપોરે 12 વાગ્યે લાલ દરવાજા ખાતે નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શન અને આરતી.
મંદિરે દર્શન કર્યા બાદ ટોરેન્ટ પાવર દ્વારા પુનઃનિર્માણ કરાયેલા સરદારબાગનું લોકાર્પણ.
ત્યારબાદ ઘાટલોડિયા ખાતે ચાણક્યપુરી બ્રિજ નજીક વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી.
સ્થાનિક સમાજ સાથે મુલાકાત
ઘાટલોડિયામાં સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે મુલાકાત કરશે.
સાંજનો કાર્યક્રમ – ગાંધીનગર
સાંજે 5 વાગ્યે ગાંધીનગર સેક્ટર-11, રામકથા મેદાનમાં “જનરક્ષક અભિયાન”નું લોકાર્પણ.
આ અભિયાન હેઠળ ડાયલ-112 સેવાના 500 વાહનો, ગુજરાત પોલીસના 534 વાહનોને લીલી ઝંડી બતાવવામાં આવશે.
સાથે જ ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા 217 કરોડના ખર્ચે બનેલા આવાસોનું લોકાર્પણ પણ કરવામાં આવશે.
આમિત શાહની આ મુલાકાત દરમિયાન વિકાસ કાર્યોના લોકાર્પણ, વૃક્ષારોપણ, ધાર્મિક દર્શન અને પોલીસ સેવાઓના મજબૂતિકરણ જેવા કાર્યક્રમો પર ખાસ ભાર મુકાયો છે.