સાયલાના બ્રહ્મકુમારી ગામની ત્રણ કિશોરીઓને મોરબી તાલુકાએ ગોંધી રાખી તેવી સુરેન્દ્રનગર એસ.પી.ને રજૂઆત કરવામાં આવી છે. હકીકતમાં, ત્રણ કિશોરીઓ મોરબીના રફાળેશ્વર મેળામાં પાણીની બોટલો વેચવા ગઈ હતી ત્યારે મોરબી પોલીસે ચોરી કરતી હોવાના શંકામાં તેમની ધરપકડ કરી હતી.
જે બાદ પોલીસે ત્રણેય કિશોરીઓને મોરબી પોલીસ સ્ટેશનમાં સાત દિવસ ગોધી રાખવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ ત્રણેય કિશોરીઓને ઢોર માર મારી, ઇલેકટ્રીક શોક આપી ગુનો કબુલાત કરવા દબાણ કર્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ત્યારે બાદ મોરબી પોલીસ સામે સવાલો ઉઠતા આખરે તેમને ત્રણેય સગીરાઓને છોડી મૂકી. આ ઘટના અંગે ભોગ બનનારની માતા રાધાબેને સુરેન્દ્રનગર એસ. પી. ને રજૂઆત કરી છે.