અમદાવાના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10નાં વિદ્યાર્થી નયનની તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ 19 ઓગસ્ટે હત્યા કરી હતી. જે ઘટનાની તપાસ અને કાર્યવાહીનો દોર પણ ચાલી રહ્યો છે. જો કે, હવે પંદર દિવસ બાદ સ્કૂલના પ્રથમવાર CCTV સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે વિદ્યાર્થી લોહીથી લથબથ થઈ સ્કૂલમાં પ્રવેશે છે.
નયન 12:53 કલાકે ઈજાગ્રસ્ત હાલતમાં શાળામાં પ્રવેશે છે
અત્રે જણાવીએ કે, 2 સપ્ટેમ્બરના સ્કૂલના પ્રથમવાર CCTV સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, મૃતક વિદ્યાર્થી નયન લોહીથી લથબથ હાલતમાં સ્કૂલના પ્રવેશદ્વારેથી અંદર પ્રવેશે છે. CCTVના આધારે જાણવા મળે છે કે, નયન બપોરે 12:53 કલાકે ઈજાગ્રસ્ત હાલતમાં શાળામાં પ્રવેશે છે. જે પેટના ભાગને હાથથી દબાવતો પણ નજરે પડે છે. શાળામાં પ્રવેશતાથી સાથે જ થોડીકવાર તે ઢળી પડે છે.
છે.
શાળા સ્ટાફ અને સિક્યોરિટી ગાર્ડ ફક્ત તમાસો જોતા હોય તેમ જોઈ રહ્યાં!
નયન સ્કૂલમાં ઢળી પડતા તેની આસપાસ ઉભેલા વિદ્યાર્થીઓ દોડી આવે છે અને તેની આજુ બાજુ ટોળું વળી જાય છે. ત્યારે સ્કૂલ સ્ટાફ અને સિક્યોરિટી ગાર્ડને પણ કંઈક થયાની જાણ થઈ હોવાનું પણ પ્રાથમિક દ્રષ્ટીએ જણાઈ રહ્યું છે. જો કે, નયનને કોઈપણ પ્રકારની મદદ કરવામાં આવતી નથી. જે લોકો ફક્ત તમાસો જોતા હોય તેમ જોઈ રહ્યાં છે.
નયનની માતા નયનને રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ ગઈ પણ..
આ ઘટનાના પગલે નયનની માતા અને અન્ય એક મહિલા ત્યાં આવી પહોંચે છે અને વિદ્યાર્થીઓની મદદ લઈ નયનની માતા તેને રિક્ષા બેસાડે છે અને ત્યારબાદ હોસ્પિટલ લઈ જાય છે પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હોય. જો કે, તેને થોડા સમય પહેલા કદાચ હોસ્પિટલ લઈ જવાયો હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત!.