રાજ્યમાં ફરી એકવાર વરસાદે વારો કાઢ્યો છે. સાબરકાંઠાના હિંમતનગરમાં ગત મોડી રાત્રે ધોધધોકાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. જેમાં શહેરમાં પાણી પાણી થયું છે. સ્થાનિક નદીઓમાં પણ જળસ્તરમાં વધારો થયો છે.
હાથમતી નદીમાં પાણીની આવક વધી
ધમધોકાર વરસાદના પગલે હાથમતી નદીમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. આસપાસનાં ખેતરો, રોડ અને સોસાયટીઓમાં પાણી ભરાયાં છે. બેરણા વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાયો છે.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાયા છે. ખેડતસિયા રોડથી મોતીપુરા સુધીના વિસ્તારમાં વરસાદથી ઘૂંટણસમા પાણી ભરાયા છે.