તાજેતરમાં જ જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ રમત ગમતના મેદાનમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું. હકીકતમાં તાજેતરમાં જામનગરની જી.ડી. શાહ હાઇસ્કુલમા યોજાયેલ શાળાકીય ખેલ મહોત્સવ યોજાયો હતો. જેમાં અનેક વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.
જામનગરની જી.ડી. શાહ હાઇસ્કુલમા યોજાયેલ શાળાકીય ખેલ મહોત્સવમાં પ્રખ્યાત ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની અને જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા પણ જોડાયા હતા. તેમને દેશી રમતો સાથે પોતાની યાદો તાજી કરી હતી. આ સાથે તેમણે પ્રત્યેક વિદ્યાર્થીઓએ જીવનમાં રમતો રમીને પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટેનો વિશેષ સંદેશો આપ્યો હતો.
તેમણે શાળાની વિદ્યાર્થીનિઓ સાથેની રસ્સા ખેંચ હરિફાઈમા ભાગ લીધો. એટલું જ નહીં, કબડ્ડીની સ્પર્ધામાં પણ વિદ્યાર્થીનિઓ સાથે પોતે કબડ્ડી રમ્યા હતા. રીવાબાએ વક્તવ્યમાં વિદ્યાર્થીઓને મોબાઈલ અને વિડીયો ગેમ્સથી દૂર રહીને મેદાનની રમતો તરફ વળવા અનુરોધ કર્યો. રમત ગમત એ માત્ર મનોરંજન નથી પરંતુ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.