મહીસાગર જિલ્લામાં ₹123 કરોડના "નલ સે જલ" યોજના કૌભાંડમાં CID ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા 12 મુખ્ય આરોપીઓ પૈકી હવે ત્રીજા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
અલ્પેશ જયંતિસિંહ પરમાર ઝડપાયો
સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે લુણાવાડા સ્થિત વાસ્મો કચેરીના તત્કાલીન આસિસ્ટન્ટ મેકેનિકલ અલ્પેશ જયંતિસિંહ પરમારને સાઠંબા ખાતેથી ઝડપી પાડ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે અલ્પેશ પરમાર આ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો હતો.
અલ્પેશ પરમારના કોર્ટ રિમાન્ડ મંજૂર કર્યા
અત્રે જણાવીએ કે, અલ્પેશ પરમારને રાત્રે લુણાવાડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે 2 દિવસના પોલીસ રિમાન્ડ માટે અરજી કરી હતી અને કોર્ટ દ્વારા તે મંજૂર કર્યા. મહત્વની વાત એ છે કે આરોપીએ અગાઉ આગોતરા જામીન માટે અરજી કરી હતી
કુલ 7 આરોપીઓને પકડી લેવાયા
આ કેસમાં 22 જૂનના રોજ વાસ્મોના હાલના યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ વડોદરામાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી સમગ્ર કૌભાંડ સામે પગલાં લેવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં મુખ્ય 12 તત્કાલીન કર્મચારીઓ પૈકી 3 કર્મચારીઓની ધરપકડ થઇ ચુકી છે, તેમજ કૌભાંડમાં સંડોવાયેલા 4 ઈજારદારોની પણ ધરપકડ કરવામાં આવી છે. એટલે કુલ મળીને 7 આરોપીઓને પકડી લેવાયા છે.
કોણ કોણ છે 12 આરોપીઓ?
123 કરોડના આ નલ સે જલના મહા કૌભાંડ મામલે 12 લોકો સામે 22 જૂને વાસ્મો મેનેજર ગિરીશ અગોલાએ ફરિયાદ નોંધાવી હતી.
(1) એ.જી.રાજપરા, તત્કાલીન યુનિટ મેનેજર
(2) સન્ની રસિકભાઈ પટેલ, જિલ્લા કો-ઓડીનેટર
(3) અમિત એમ. પટેલ, ઈન્ચાર્જ જીલ્લા કો-ઓડીનેટર
(4) વૈભવ બી સંગાણી, આસીસ્ટન્ટ
(5) મૌલેશકુમાર વિનોનદભાઈ હિંગુ, આસીસ્ટન્ટ મેનેજર, ટેકનીકલ
(6) દશરથભાઇ રામસિંહ પરમાર, આસીસ્ટન્ટ ટેકનીકલ
(7) ભાવિકકુમાર નવિનભાઈ પ્રજાપતિ, આસીસ્ટન્ટ ટેકનીક
(8) કર્મવીરસિંહ મહેન્દ્સિંહ સિસોદીયા, આસીસ્ટન્ટ મેનેજ૨ ટેકનીકલ
(9) અલ્પેશકુમાર જયંતિસિંહ પરમાર, આસીસ્ટન્ટ મીકેનિકલ
(10) સુરપાલસિંહ બહાદુરસિંહ બારીઆ, આસીસ્ટન્ટ મેનેજર ટેકનીકલ
(11) વનરાજસિંહ લક્ષ્મણસિંહ સોઢા પરમાર, આસીસ્ટન્ટ મેનેજર, ટેકનીકલ
(12) પાર્થકુમાર જગદીશભાઇ પટેલ, આસીસ્ટન્ટ ટેકનીકલ