નવસારી શહેરમાં બે દિવસ અગાઉ સામૂહિક આપઘાતની ઘટના બની હતી. જેમાં માતા બાદ હવે બંને બાળકીઓના મૃતદેહો મળી આવ્યા છે. જે પૈકી એકનો વિરાવળ અને બીજીનો જલાલપુરમાંથી મૃતદેહ મળી આવ્યા છે. આ બંને બાળકીની માતાનો પણ મૃતદેહ કરાડી ગામ પાસેથી પસાર થતી પૂર્ણા નદીમાંથી મળી આવ્યો હતો.
આપઘાત મામલે બંનેના મૃતદેહ મળી આવ્યા
બે બાળકીઓ સાથે નદીમાં ઝંપલાવનાર 28 વર્ષીય પરણીતા ખેવના હાર્દિક નાયકનો પણ મૃતદેહ મળી આવ્યો છે. અત્રે જણાવીએ કે, પરણીતા બંને બાળકીઓ સાથે 31મી ઓગસ્ટથી ઘરેથી ગુમ થઈ હતી. અગમ્ય કારણસર પરણીતાએ બે બાળકીઓ સાથે પૂર્ણ નદીમાં ઝંપલાવ્યું હતું. 4 વર્ષીય ધીઆ નાયક અને અઢી વર્ષીય દ્વિજા નાયક સાથે માતાએ પણ નદીમાં ઝંપલાવ્યું હતું.
પોલીસે તપાસ હાથધરી
સામૂહિક આપઘાતની ઘટના બનતા નવસારી શહેરમાં ચકચાર મચી જવા પામી છે. ગ્રામ્ય અને જલાલપોર પોલીસે બંને બાળકીઓના મૃતદેહ અંગેની તપાસ શરૂ કરી છે.