Indrabharti Bapu on Navratri : ગુજરાતની ઓળખ એટલે ગરબા જે એક પરંપરાગત ગુજરાતી લોકનૃત્ય છે, જે મુખ્યત્વે નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધનામાં કરવામાં આવે છે. ત્યારે આ નવરાત્રિના તહેવારને લઈ મહંત ઇન્દ્રભારતી બાપુએ ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે.
''...અને આપણી બહેનો-દીકરીઓને જે ટાર્ગેટ કરે છે''
મહંત ઇન્દ્રભારતી બાપુએ કહ્યું કે, નવરાત્રિની અંદર આપણી બહેન-દીકરીઓ ગરબાની અંદર રાસ અને દાંડિયા રાસ માટે જાય છે ત્યારે ઘણા એવા વિધર્મીઓ જે ચાંદલા કરે ડિપ્લીકેટ આધાર કાર્ડ બનાવે અને આપણી બહેનો-દીકરીઓને જે ટાર્ગેટ કરે છે. ત્યારે આજે યુવાધન પાસે એક સાધુ તરીકે પાર્થના કરૂ છું કે, પહેલા બહેનો દીકરીઓ માટે માથા આપી દેતા હતા અત્યારે ધ્યાન તો રાખજો, માથા આપી દેવા પડે દો આપી દેવાના.
''...આ નાલાયકોથી આપણે સમજવાનું છે''
તેમણે કહ્યુ કે, ''દાંડિયા ઓછા રમજો પણ બહેનો દીકરીઓ રમતી હોય છે તે કેમ સલામત રહે તે ધ્યાન રાખજો કેમ વિધર્મીઓ બે દિવસ પહેલા જ પ્રધાનમંત્રી મોદીના માતા વિશે અભદ્ર બોલી જતા હોય તો આ નાલાયકોથી આપણે સમજવાનું છે''.