બનાસકાંઠા જિલ્લાના ડીસાના મહાદેવીયા ગામે LCBએ મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં ડુપ્લીકેટ નોટો છાપતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મળેલી બાતમીના આધારે ગત મોડી રાત્રે LCBએ રેડ કરી હતી અને સ્થળ પરથી અંદાજે 40 લાખ રૂપિયાથી વધુની ડુપ્લીકેટ નોટોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ બે આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.
LCBએ દરોડા પાડી બે વ્યક્તિની કરી ધરપકડ
પોલીસે રાયમલ પરમારના ખેતરમાંથી બાતમીના આધારે ઝડપી છે. પોલીસે બે વ્યક્તિની ધરપકડ કરી તપાસ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે નોટનો મોટી માત્રામાં જથ્થો કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી 3 નોટ છાપવાના મશીન મળી આવ્યા છે.
બનાસકાંઠા એલસીબીની ટીમે ડુબલીકેટ નોટો બનાવતી ફેક્ટરીને ઝડપી ડુબલીકેટ નોટોનો મોટી માત્રામાં જથ્થો કબજે કર્યો છે. બે જેટલા શખ્સને દબોચી પોલીસે તપાસ હાથ ધરી રહી છે.