સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ગુદીયાળા ગામે વાડીમાં રહેતા પરપ્રાત્ય પતિ પત્ની વચ્ચે ઝગડો થયો અને પતિએ પત્નીને ઇટ પથ્થર મોઢા પર મારી પત્નીની હત્યા કરી દિધી હતી. પત્નીએ રૂપીયા આપવાની ના પાડતા પતિએ આવેશમાં આવી પત્નીની કરી હત્યા.
સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના ગુદીયાળા ગામે રાતના સમયે પતિ એ પત્ની પાસેથી રૂપીયા માગતા પત્નીએ રૂપીયા દેવાની ના પાડતા બન્ને વચ્ચે ઝગડો થતા જેથી પતીએ વાડીની ઓરડીની પાસે પડેલ ઈંટ અને પથ્થરની પત્ની પર આડેધડ ઘા મારતા પત્નીની હત્યા કરી હતી. વઢવાણ તાલુકાના ગુદીયાળા ગામે ત્રણ ચાર મહિના પહેલા મુળ મધ્યપ્રદેશ ના અલીરાજપુર જીલ્લાના ખેત મજુર મજુરી કામ કરવા વઢવાણ તાલુકાના ગુદીયાળા ગામે આવેલ અને ગુદીયાળાના ખેડુત ઉપેન્દ્રભાઇ પેઢડીયાની વાડી ભાગવી રાખવા મધ્યપ્રદેશના કાળુભાઈ પત્ની નુરલીબેન અને બે નાના કુંટુબ સાથે વાડીની ઓરડીમાં રહેવા લાગ્યા હતા અને ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા હતા.
કાળુભાઇ કોઇ કામ ધંધો કરતા ન હતા અને પત્ની પાસેથી અવાર નવાર મંજુરીના રૂપીયા ઝગડો કરી અને લઈ જતા હતા અને માથાફુટ કરતા હતા. તારીખ 1 ઓગસ્ટના વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે કાળુભાઇએ પત્ની નુરલીબેનને જગાડી રૂપીયા માગી ઝગડો કરેલ પરંતુ નુરલીબેને રૂપીયા આપવાનીના પાડતા બન્ને બાળકોનીની નજર સામે જ આરોપી પતી કાળુભાઇએ પત્ની મરણ જનાર નુરલીબેન પર ઓરડાની પાસે પડેલ ઇટ અને પથ્થરથી મોઢા પર ઉપરા છાપરી ઘા મારી લોહી લુહાણ કરી નાખેલ જેથી નાના બાળકે બાજુની વાડીમાં રહેતા સંબંધીને બોલાવતા નુરલીબેનને હોસ્પિટલમાં ખસેડતા તેમને મૃત જાહેર કર્યા હતા.
મૃતદેહને સુરેન્દ્રનગર સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોરાવરનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીને ઝડપી લીધો હતો તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી.આરોપીની પ્રાથમિક પુછપરછ કરતા તેણે તેની પત્નીની હત્યા રૂપીયા માગતા નહિ આપતા આવેશમાં આવી હત્યા કરીની કબુલાત આપી હતી.