C R પાટીલે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે 2020થી અત્યાર સુધી કામગીરી કરી છે. તેમણે ગુજરાતમાં ભાજપ માટે 13 પ્રમુખ પદે રહી શ્રેષ્ઠ કામગીરી કરી છે. 1989માં ભાજપમાં જોડાયેલા પાટીલ અત્યાર સુધીમાં સંગઠનથી લઈ સરકારમાં અનેક હોદ્દાઓ પર રહ્યાં, અત્યાર સુધી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તો રહ્યાં, જ સાથો સાથ તેઓ કેન્દ્રીય જળ મંત્રી પણ છે. કહેવાય છે કે, સુરતમાં કાશીરામ રાણા સાથે 'પાટીલ ભાઉ' કામ કરવાની શરૂઆત કરી હતી. વર્ષ 1996-1997માં GIDCના ચેરમેન પદ પર રહ્યા. વર્ષ 1998માં GACLના ચેરમેન બન્યા. બાદમાં પાંચ વર્ષ સુધી સુરત ભાજપના કોષાધ્યક્ષ રહ્યા અને આમ તેઓ ભાજપના સંગઠનના વિવિધ પદો પર રહ્યા.
2009થી સી આર પાટીલ સાંસદ છે
સી આર પાટીલ વર્ષ 2009માં નવસારી લોકસભા જીતી સાંસદ બન્યા અને આ સિલસિલો જામ્યો અને 2014 અને 2019માં પાટીલ ફરીથી સાંસદ બન્યા, ત્યારબાદ 2019માં પાટીલ સૌથી મોટી લીડ સાથે સાંસદ બનવાનું બીડું ઝડપ્યું. આપને જણાવી દઈએ કે, 2019માં પાટીલને 6 લાખ 89 હજાર 668 મતની લીડ મળી હતી. 2020માં સી આર પાટીલને ગુજરાત ભાજપનું સુકાન મળ્યું અને 2024માં પાટીલે પોતાની જ લીડનો રેકોર્ડ તોડ્યો. 2024માં પાટીલને મળી 7 લાખ 73 હજાર 551 મતની લીડ સાંસદ બન્યા હતા. ત્યારે 2024માં પાટીલને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું અને વર્તમાનમાં કેન્દ્રીય મંત્રી પણ છે.
કોણ છે સી આર પાટીલ ?
ગુજરાત ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસુ સી. આર. પાટીલ એટલે કે ચંદ્રકાન્ત રધુનાથ પાટીલનો જન્મ 16 માર્ચ, 1955ના રોજ તત્કાલીન બોમ્બે રાજ્યના જલગાંવ જિલ્લાના એદલાબાદના પીંપરી-અકરાઉત ગામ થયો હતો. તેમના પિતાનુ નામ રધુનાથ પાટીલ અને માતાનુ નામ શ્રીમતિ સરુબાઈ હતું. 1 મે, 1960માં જે સમયે તત્કાલિન બોમ્બે રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાતનું ગઠન થયું, ત્યારે પાટીલ પરિવાર ગુજરાતમાં આવ્યો અને દક્ષિણ ગુજરાતમાં સ્થાઈ થયું છે
પેજ સમિતિ અને ભાજપ સંગઠનની મજબૂતી
ભાજપ પ્રદેશ અધ્યક્ષ પદ પર રહી સી આર પાટીલે ગુજરાત રાજયમા સૌ પ્રથમ વખત પેજ સમિતિની રચના કરી સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો. પેજ સમિતિ એ બુથ લેવલ મેનેજમેન્ટને મજબૂત બનાવવા મહત્વનો રોલ નિભાવી રહ્યું છે. પેજ સમિતિએ એક નવીન અને અસરકારક રણનીતી છે. જે યોજનાનો હેતુ દરેક મતદાર સુધી પહોંચવાનો, તેમનો વિશ્વાસ જીતવાનો તેમજ મતદાનમાં ભાજપ તરફ વધુ મતદાન કરાવવાનો છે. ગુજરાતમાં અંદાજે 74 લાખ પેજ સમિતિના સભ્યો બનાવવામાં આવ્યા છે
2020ની પેટા ચૂંટણીમાં તમામ 8 બેઠકો પર કમળ ખીલ્યું
રાજયમા 8 બેઠકો પર વિઘાનસભા પેટા ચૂંટણી યોજાઇ હતી. જે તમામ 8 બેઠકો પર જીત મેળવી હતી, જેમા અબડાસા,લીમડી, મોરબી, ઘારી,ગઢડા(એસ.સી), કરજણ,ડાંગ અને કપરાડા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.
2021ની પેટા ચૂંટણીમાં ભાજપની લાંબી લીડથી જીત
125- મોરવા હડફ વિઘાનસભા બેઠકની પેટા ચૂંટણીમા ભાજપને 45,149 મતોથી જીત મળી હતી
સ્નેહ મિલન અને મતદાર સંપર્ક
સી.આર.પાટીલે દિવાળીના તહેવાર પછી દરેક જિલ્લામાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજી કાર્યકર્તાઓ સાથે સંપર્ક કરી તેમને જનતા સાથે સંપર્ક કેવી રીતે વધુ કરી શકે તેમજ કેન્દ્ર અને રાજય સરકારની વિવિઘ યોજનાનો લાભ કેવી રીતે વધુ લોકોને અપાવી શકે તે માટે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં કે, સેવા હિ સંગઠન.
2021માં ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી
મહાનગરપાલિકાની ચૂંટણીમાં 44 બેઠક માંથી 41 બેઠકો પર ભાજપની જીત થઈ.
2021માં તાલુકા જીલ્લા પંચાયતની ચૂંટણી
કુલ 31 જિલ્લા પંચાયત માંથી તમામ 31મા પર ભાજપે જીત મળેવી હતી. 214 તાલુકા પંચાયતમાંથી 196 પંચાયતમા તાલુકા ભાજપનો ભગવો લહેરાવ્યો હતો
2021માં મનપા અને નપાની ચૂંટણીમાં ભાજપની સ્થિતિ મજબૂત બની!
ભાજપનો અભિયાન - વન ડે વન ડિસ્ટ્રીક
ગુજરાત વિઘાનસભા ચૂંટણી પહેલાસી આર પાટીલએ વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ યોજી જિલ્લાના વિવિધ કાર્યકર્તાઓ સાથે સંપર્ક કરી પાર્ટીના સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો. રાજયના દરેક જિલ્લામાં જઇને પ્રબુધ નાગરિકો તેમજ વેપારીઓ તબીબો, વકિલો, સાધુ-સંતો સહિત દરેક વર્ગના લોકો સાથે સંપર્ક કરી પાર્ટીને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો.
2022ની વિધાનસભાની ચૂંટણીમાં BJPની રેકોર્ડ બ્રેક જીત
કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી 156 બેઠકો પર ભાજપની ઐતિહાસીક જીત થઈ,
2024ની લોસકભા ચૂંટણી
લોકસભા 2024ની ચૂંટણીમાં કુલ 26 બેઠકોમાંથી 25 બેઠકો ભાજપની જીત થઈ હતી. સાથો સાથ આ દરમિયાન યોજાયેલી પાંચ વિઘાનસભાની પેટા ચૂંટણી મે 2024 યોજાઈ હતી. જેમાં ભાજપની 5 બેઠકો પર જીત થઈ હતી. જેમા વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા બેઠકનો સમાવેશ થાય છે
પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગઢમાં ભાજપની જીત
નવેમ્બર 2024માં યોજાયેલ વાવ વિઘાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની કોંગ્રેસના ગઢમાં જીત થઈ હતી.
તા.-જિ. પંચાયત અને નગરપાલિકા 2025ની ચૂંટણી પરિણામો
કુલ 68 નગરપાલિકામાથી 57 નગરપાલિકામાં ભાજપની જીત થઈ
2 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયતમા પણ BJPનો વિજય થયો
કડી અને વિસાવદર પેટા ચૂંટણીમાં, કડી વિઘાનસભાની ચૂંટણીમા ભાજપની જીત થઈ
5 વર્ષમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં કુલ 219 સંસ્થાઓમાં ભાજપનો વિજય
રાષ્ટ્રીય કક્ષાની સંખ્યા 4
રાજકીય કક્ષાની સંસ્થા - 7
જીલ્લા મધ્યસ્થ બેંક 17
જિલ્લા દૂધ ઉત્પાદન સંઘ -19
જિલ્લા સહકારી સંઘ - 21
જિલ્લા-તાલુકા ખરીદ વેચાણ સંઘ – 45
ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિ – 83
સુગર ફેકટરી - 16
કોટન-ઓનિયન ગ્રોઅર્સ ફેડરેશન - 6
રાઇસ મીલ -1