દેશમાં છેલ્લાં કેટલાક દિવસોથી દેશમાં બાળકોના મોતની દુઃખદ ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં કફ સિરપના ઉપયોગને જવાબદાર માનવામાં આવી રહ્યો છે. આ અંગે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, "કફ સિરપના ઉપયોગથી બાળકના મૃત્યુની ઘટનાઓ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં નોંધાઈ છે."
''ગુજરાત સરકારે પણ તકેદારીનો અભિગમ અપનાવ્યો''
તેમણે કહ્યું કે, ''રાજસ્થાનમાં ડેસ્ક્રોમેથાપોન નામક ઘટક ધરાવતી કફ સિરપ અને મધ્ય પ્રદેશમાં સેસાન કંપનીની કોલડ્રિપ કફ સિરપને કારણે બાળકના મોત થયાની માહિતી મળી છે, આ અંગે ગુજરાત સરકારે પણ તકેદારીનો અભિગમ અપનાવ્યો છે''.
''...દવાઓ હાલમાં ગુજરાતમાં ઉપલબ્ધ નથી''
ઋષિકેશ પટેલે સ્પષ્ટ કર્યું કે, "રાજ્યે આ ઘટનાઓની નોંધ લીધી છે અને આરોગ્ય વિભાગને જરૂરી તપાસ માટે આદેશ આપ્યો છે, તેમણે વધુમાં ઉમેર્યું કે, "બંને રાજ્યોમાં વપરાયેલી દવાઓ હાલમાં ગુજરાતમાં ઉપલબ્ધ નથી, પરંતુ હાલ તપાસ કરવાના આરોગ્ય વિભાગને આદેશ આપ્યા છે''