ગુજરાતમાં વાવાઝોડુંને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 5 ઓક્ટોબર સુધી શક્તિ વાવાઝોડુ ગતિ કરશે અને 6 ઓક્ટોબરે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુ-ટર્ન લેશે. ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડી શકે છે. જો કે, આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. પરંતુ કેટલાક ભાગોમાં હળવાથી ઝાપટા પડી શકે છે.
વાવાઝોડું ગુજરાત તરફ યુ ટર્ન લેશે!
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, શક્તિ વાવાઝોડાની ગુજરાત પર નહિવત અસર જોવા મળશે. જોકે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વાવાઝોડું ગુજરાત તરફ યુ ટર્ન લેશે. જોકે ગુજરાત વાસીઓને ડરવાની જરૂર નથી, કારણકે વાવાઝોડાની અસર ગુજરાત પર ખૂબ ઓછી થશે.
અમદાવાદમાં વરસાદની આગાહી
વાવાઝોડાના પગલે દરિયાકાંઠે 40 થી 55 કિલોમીટરની ઝડપે પવન કુકશે. 8 ઓકટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત નવસારી વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શકયતા છે. અમદાવાદમાં છુટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.