Home Gujarat State Bjp Announces Gujarats Most Powerful Core Group

જાણો કોને મળ્યું સ્થાન અને શું છે સમીકરણો? : ગાંધીનગર: પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતની સૌથી પાવરફૂલ 'કોર ગ્રુપ'ની જાહેરાત

જાણો કોને મળ્યું સ્થાન અને શું છે સમીકરણો?
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 02:28 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની આગામી રણનીતિ અને સંગઠનલક્ષી માળખાને મજબૂત કરવા માટે પ્રદેશ ભાજપ દ્વારા 'કોર ગ્રુપ'ની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ભાજપમાં કોર ગ્રુપનું મહત્વ સૌથી વધુ હોય છે, કારણ કે પાર્ટીના તમામ નીતિવિષયક અને વ્યૂહાત્મક નિર્ણયો આ ગ્રુપ દ્વારા જ લેવામાં આવતા હોય છે.

સત્તા અને સંગઠનનો સમન્વય

નવા જાહેર કરાયેલા કોર ગ્રુપમાં મુખ્યમંત્રીથી લઈને કેન્દ્રીય મંત્રીઓ અને સંગઠનના પાયાના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં મુખ્ય નામ નીચે મુજબ છે..

  • મુખ્યમંત્રી: ભૂપેન્દ્ર પટેલ

  • નાયબ મુખ્યમંત્રી: હર્ષ સંઘવી

  • કેન્દ્રીય મંત્રી/પ્રદેશ પ્રમુખ: સી. આર. પાટીલ

  • રાજ્યના મંત્રીઓ: જીતુ વાઘાણી, દર્શના વાઘેલા અને ઋષિકેશ પટેલ

  • સંગઠન મહામંત્રી: રત્નાકરજી

  • સિનિયર નેતાઓ: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આઈ. કે. જાડેજા

જ્ઞાતિગત સમીકરણો પર વિશેષ ભાર

આ વખતે કોર ગ્રુપની પસંદગીમાં ભાજપે સોશિયલ એન્જિનિયરિંગનો પણ ખાસ ખ્યાલ રાખ્યો હોય તેવું જણાય છે. તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપીને પક્ષે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે..

વર્ગ/જ્ઞાતિ

પ્રતિનિધિત્વની સંખ્યા

પાટીદાર

3 નેતાઓ

ક્ષત્રિય

2 સિનિયર નેતાઓ (ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આઈ. કે. જાડેજા)

દલિત

1 નેતા

આદિવાસી

1 નેતા

લઘુમતી

1 નેતા

મરાઠી

1 નેતા (સી. આર. પાટીલ)

સિનિયર ક્ષત્રિય નેતાઓને પ્રાધાન્ય

સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, બે સિનિયર ક્ષત્રિય નેતાઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આઈ. કે. જાડેજા નો સમાવેશ કરીને ભાજપે આ સમાજ પ્રત્યેનો પોતાનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમની બહોળી રાજકીય અનુભવની ક્ષમતાનો લાભ પક્ષને આગામી સમયમાં મળશે. ભાજપના આ કોર ગ્રુપમાં લેવાયેલા નિર્ણયો જ આગામી સમયમાં ગુજરાતના રાજકારણની દિશા અને દશા નક્કી કરશે. સંગઠન અને સરકાર વચ્ચેના સેતુ તરીકે આ ગ્રુપની ભૂમિકા અત્યંત નિર્ણાયક બની રહેશે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now