Home Gujarat Patan Jilia Gangwar Reconstruction 18 Accused Police Action

પાટણના ઝીલિયા ગેંગવોર મામલે પોલીસ એક્શન મોડમાં! : 18 આરોપીઓનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન, ગુંડાઓમાં ફફડાટ

પાટણના ઝીલિયા ગેંગવોર મામલે પોલીસ એક્શન મોડમાં!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 01:35 PM IST

પાટણ જિલ્લામાં ઝીલિયા ગેંગવોર મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામમાં બનેલી હિંસક ઘટનાને પગલે પોલીસે ઝડપાયેલા 18 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં ફિલ્મી દ્રશ્યોને પણ પાછળ મૂકી દે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
માહિતી મુજબ, રવિવારે વામૈયા વિસ્તારમાં ખંડણી વસૂલતા શખ્સોએ ઝીલિયા ગામમાં આતંક મચાવ્યો હતો. તલવાર, ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારો સાથે ગુંડાઓએ હુમલો કર્યો હતો. સુરક્ષા માટે પહોંચેલી પોલીસ ટીમને પણ નિશાન બનાવવામાં આવી હતી, જેના કારણે પોલીસને પણ પરિસ્થિતિથી દૂર થવું પડ્યું હતું.
આ સમગ્ર ઘટનાએ પોલીસ તંત્રની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું હતું. તપાસ દરમિયાન ચાણસ્મા પોલીસની બેદરકારી સામે આવતા PI, ASI સહિત 8 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ ઘટનાને લઈને પોલીસ વિભાગમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેના પગલે પોલીસે ઝડપાયેલા 18 આરોપીઓને જાહેરમાં લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન આરોપીઓને કડક રીતે સમજાવવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી હતી.

હાલમાં પણ આ ગેંગના મુખ્ય સુત્રધારો પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા તેમની શોધખોળ તેજ બનાવવામાં આવી છે અને ટૂંક સમયમાં તેમને ઝડપી પાડવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now