Home Gujarat Congress Roars Against Bjps Divide And Rule Policy Many Leaders Join Hands With

પરિવર્તનનો શંખનાદ : ભાજપના 'ભાગલા પાડો'ની નીતિ સામે કોંગ્રેસનો હુંકાર; અનેક અગ્રણીઓ પંજા સાથે જોડાયા!

પરિવર્તનનો શંખનાદ
Published by: OBS Bureau
| Last Updated: Mar 18, 2026, 02:00 PM IST

Gujarat Congress: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓને આવકાર્યા હતા. ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે સમગ્ર દેશવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે. યુવાનોને રોજગારી નથી, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે.

કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહી છે. અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, તેઓ સહિત આપ સૌને આવકારીએ છીએ તથા આપસૌનું માનસન્માન સચવાઈ રહે તેની ખાતરી આપીએ છીએ. લોકશાહી બચાવવા, સંવિધાનની રક્ષા માટે ભાજપની મતોની વિભાજનકારી રાજનીતિ સામે સૌએ એક થઈને લડવું પડશે. કોંગ્રેસમાં સરમુખત્યારશાહી નહીં પરંતુ લોકશાહી છે. ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ મોટી સંખ્યામાં વિવિધ પક્ષના આગેવાન-કાર્યકરો આવવાથી કોંગ્રેસ પક્ષ વધુ મજબુત બનશે. કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. આ એક ‘બીજી આઝાદીની લડાઈ’, કે જે બંધારણ બચાવવાની લડાઈ છે, લોકશાહી બચાવવાની લડાઈ છે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે.

ખાસ કરીને આજે આખા ગુજરાતમાં ‘જનાક્રોશ યાત્રા’ જે રીતે અલગ અલગ વિસ્તારોમાં ભ્રમણ કર્યું, જે રીતે લોકોની વચ્ચે જઈને કામ કર્યું, લોકોની વચ્ચે જઈને સંવાદ કર્યો, એનાથી એટલું સ્પષ્ટ થાય છે કે હવે સમાજના દરેક વર્ગના લોકો, દરેક વિસ્તારના લોકો આ કુશાસનથી ત્રસ્ત છે. લોકો ખુલીને હવે પોતાનો અવાજ ઉઠાવતા થયા છે, લડવાની તૈયારી સાથે આગળ આવ્યા છે, અને એના જ કારણે ધીમે ધીમે ગુજરાતમાં જે પરિવર્તનની લોકોની જે ચાહ છે, જે અપેક્ષા છે, એ પરિવર્તનની દિશામાં અસંખ્ય આગેવાનો કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

સી.એ. જયદીપ પંડ્યા, ભાવેશ કાતરિયા, નારાયણકાનાણી, વજાભાઈ બી. આહિર, બાબુભાઈ હુંબલ, વિરમભાઈ જે. આહિર, હમીરભાઈ આહિર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા-આગેવાનો આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે વિધીવત રીતે જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાંથી જોડાયેલ સર્વે આગેવાનોએ એક જ સુરમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી એ માત્ર સત્તા વિરોધી કોંગ્રેસને મળતા મતને તોડવા માટે અને ભાજપને જીતાડવા માટે જ કાર્યરત છે, દિલ્હીથી આવેલા આપના નેતાઓ માત્રને માત્ર જાણે ભાજપના સમર્થનમાં આદેશો આપતા હોય તેવા વારંવાર અનુભવો થતાં હતા. અંતે સત્યનું જ્ઞાન થતાં કોંગ્રેસ એક માત્ર સૌને સાથે લઈને ચાલનારી પાર્ટી છે અને ભાજપના તાનાશાહી શાસનને પડકારી શકવા સક્ષમ છે તથા ભાજપના ભય, ભુખ અને ભ્રષ્ટાચારની નીતિ સામે ટક્કર લઈ પ્રજાલક્ષી અભિગમ સાથે કાર્ય કરી રહી છે અને અમે દુધમાં સાકરની જેમ ભળીને કોંગ્રેસી વિચારધારાને જનજન સુધી પહોંચાડવા કટીબધ્ધ રહીશું.

રાજીવ ગાંધી ભવન ખાતે ઉપરોક્ત કાર્યક્રમમાં પ્રદેશ અગ્રણી અને વરિષ્ઠ આગેવાન શ્રી કુલદીપ શર્મા, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કોકન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા, ડૉ. હિરેન બેંકર, ડૉ. અમિત નાયક અને આગેવાન કરસનદાસ બાપુ (ભાદરકાવાળા) સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.

  • આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા આગેવાનો અને સામાજીક અગ્રણી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા

  • સી.એ. જયદીપભાઈ પંડ્યા પૂર્વ પ્રદેશ મહામંત્રી, આમ આદમી પાર્ટી

  • પૂર્વ પ્રદેશ ખજાનચી, આમ આદમી પાર્ટી

  • નેશનલ કાઉન્સીલ મેમ્બર, આમ આદમી પાર્ટી

  • ભાવેશભાઈ કાતરિયા સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી, આમ આદમી પાર્ટી

  • નારાયણભાઈ કાનાણી સામાજીક આગેવાન તથા 13 વર્ષથી મુદ્રા બાર એસોસીએશનના બિનહરીફ પ્રમુખ

  • વજાભાઈ બી. આહિર રાધનપુર વિધાનસભા પ્રભારી, આમ આદમી પાર્ટી

  • બાબુભાઈ હુંબલ તાલુકા કિસાન સેલ પ્રમુખ તથા પૂર્વ તાલુકા પ્રમુખ, આમ આદમી પાર્ટી

  • વિરમભાઈ જે. આહિર તાલુકા પંચાયત ઈન્ચાર્જ, આમ આદમી પાર્ટી

  • હમીરભાઈ આહિર તાલુકા પંચાયત પ્રભારી, આમ આદમી પાર્ટી

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

વડોદરામાં ભયાનક આગથી મોટી દુર્ઘટના ટળી!: સમા-ચેતક બ્રિજ પાસે ગેસ લાઈનમાં બ્લાસ્ટ જેવો માહોલ, આકાશમાં ઉંચે સુધી જ્વાળાઓ દેખાઈ

વડોદરામાં ભયાનક આગથી મોટી દુર્ઘટના ટળી!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગુજરાતમાં ભાજપનો શંખનાદ: ‘કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભાજપાની મહત્વની બેઠક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગુજરાતમાં ભાજપનો શંખનાદ

જાણો કોને મળ્યું સ્થાન અને શું છે સમીકરણો?: ગાંધીનગર: પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતની સૌથી પાવરફૂલ 'કોર ગ્રુપ'ની જાહેરાત

જાણો કોને મળ્યું સ્થાન અને શું છે સમીકરણો?

'ગાડા નીચે કૂતરૂ ચાલે તો તેને એમ જ લાગે કે ગાડું હું હંકારું છું': કોંગી મહિલા નેતા જેની ઠુમ્મરના ભાજપ અધ્યક્ષ પર આકરા પ્રહારો

'ગાડા નીચે કૂતરૂ ચાલે તો તેને એમ જ લાગે કે ગાડું હું હંકારું છું'

ભેળસેળ કરનારા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખ: હિંમતનગરના રાયગઢમાં ફૂડ વિભાગના દરોડા, મોટા પાયે નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું

ભેળસેળ કરનારા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખ

મોટી ઈવેન્ટ્સ અને ભીડભાડવાળા વિસ્તારોમાં જતાં પહેલા સાવધાન!: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: મોબાઈલ ચોર ગેંગના 4 સાગરીતો ઝડપાયા, 105 ફોન રિકવર

મોટી ઈવેન્ટ્સ અને ભીડભાડવાળા વિસ્તારોમાં જતાં પહેલા સાવધાન!
Play Video

બરોડા ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર: પરિવર્તનના પવન વચ્ચે ચાર ઝોનમાં નવા ચહેરાઓનો વિજય, દિગ્ગજોની હાર

બરોડા ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર
Play Video

જામનગર અને અમરેલી પંથકમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ: કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો, વાતાવરણમાં ઠંડક, પણ ખેડૂતોમાં ફફડાટ

જામનગર અને અમરેલી પંથકમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ
Play Video

ગુજરાતમાં ઐતિહાસિક UCC બિલને કેબિનેટની લીલી ઝંડી: લગ્ન, વારસો અને લિવ-ઈન માટે આવશે નવા કડક નિયમો!

ગુજરાતમાં ઐતિહાસિક UCC બિલને કેબિનેટની લીલી ઝંડી

ગુજરાત પોલીસ વિભાગમાં 9 PI ના ટ્રાન્સફર: જાણો કયા અધિકારીને ક્યાં મુકાયા?

ગુજરાત પોલીસ વિભાગમાં 9 PI ના  ટ્રાન્સફર

પાટણના ઝીલિયા ગેંગવોર મામલે પોલીસ એક્શન મોડમાં!: 18 આરોપીઓનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન, ગુંડાઓમાં ફફડાટ

પાટણના ઝીલિયા ગેંગવોર મામલે પોલીસ એક્શન મોડમાં!
Play Video

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ બે સમાજમાં ફાટી નીકળ્યું ગૃહયુદ્ધ!: બનાસકાંઠાના આ ગામે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે હિંસક અથડામણ, 20થી વધુ વાહનોમાં તોડફોડ

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ બે સમાજમાં ફાટી નીકળ્યું ગૃહયુદ્ધ!

સમગ્ર ઘટના CCTVમાં કેદ: દિયોદરમાં ધોરણ-12ની પરીક્ષા આપી બહાર નીકળેલા વિદ્યાર્થી પર છરી વડે હિંસક હુમલો

સમગ્ર ઘટના CCTVમાં કેદ

અમદાવાદમાં ગરમીનો પ્રકોપ: ટ્રાફિક પોલીસ માટે 'કૂલિંગ જેકેટ્સ' ની નવી વ્યવસ્થા

અમદાવાદમાં ગરમીનો પ્રકોપ

ગુજરાત એસ.ટી.ની જનસેવામાં નવો સુવર્ણ અધ્યાય!: CM ભૂપેન્દ્ર પટેલ અને Dy CM હર્ષ સંઘવીના હસ્તે 182 નવી બસોનું ભવ્ય લોકાર્પણ!

ગુજરાત એસ.ટી.ની જનસેવામાં નવો સુવર્ણ અધ્યાય!

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ ચૌધરી સમાજનું અલ્ટીમેટમ!: દીકરીને પરત લાવવા ઉગ્ર માંગ

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ ચૌધરી સમાજનું અલ્ટીમેટમ!

AI સેક્ટરના સ્ટાર્ટઅપ્સને મળશે 1 કરોડ સુધીની સહાય: યુવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં તૈયાર કરાશે 'Sovereign AI પાર્ક'

AI સેક્ટરના સ્ટાર્ટઅપ્સને મળશે 1 કરોડ સુધીની સહાય

'ચૈત્રી નવરાત્રી' પર્વે ઉમટશે આસ્થાનો મહેરામણ: પાવાગઢમાં તંત્રની મેગા ડ્રાઈવ, વડોદરાના બહુચરાજી મંદિરે દર્શનના સમયમાં ફેરફાર

'ચૈત્રી નવરાત્રી' પર્વે ઉમટશે આસ્થાનો મહેરામણ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા