ગુજરાતમાં ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે હવે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાના સંકેતો મળ્યા છે. આગાહીકાર અંબાલાલ પટેલાનાં અનુમાન મુજબ રાજ્યના વિવિધ વિસ્તારોમાં 8 મે સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જોકે આ રાહત તાત્કાલિક રહેશે કારણ કે ત્યારબાદ ફરી તાપમાનમાં વધારો નોંધાશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પવનામાં થશે ફેરફાર આ અસર વધુ જોવા મળી શકે છે.
12 મે સુધી તાપમાન ઊંચું રહેશે
પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિ પછી રાજ્યમાં ગરમી ફરીથી વધવાની આગાહી કરવામાં આવી છે. 12 મે સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાન 44થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
આ સમયગાળા દરમિયાન બહાર નીકળતા લોકો માટે સાવચેતી રાખવી જરૂરી રહેશે. ખાસ કરીને બપોરના સમયે તાપમાન વધુ રહેતા હીટસ્ટ્રોકનો ખતરો વધે છે. પાણીનું પુરતું સેવન અને સીધા તાળકાથી બચવું અનિવાર્ય બનશે.
આ પણ વાંચો: અમદાવાદમાં તોફાની વરસાદ : ગાજવીજ સાથે માવઠું, યલો એલર્ટ જાહેર
15 મે પછી ફરી બદલાશે હવામાન
15 મે પછી ફરીથી હવામાનમાં ફેરફાર જોવા મળશે. રાજ્યમાં પવનની દિશામાં બદલાવ અને ભેજના સ્તરમાં વધારો થવાનાં કારણે પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિ ફરી સક્રિય બનવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. ખેડૂતો માટે આ સમય મહત્વપૂર્ણ બની શકે છે, કારણ કે આ વરસાદ ખેતી માટે જમીન તૈયાર કરવામાં મદદરૂપ થઈ શકે છે.
23 મે આસપાસ પ્રિ-મોન્સૂન વરસાદની શક્યતા
અનુમાન મુજબ 23 મે આસપાસ રાજ્યમાં પ્રિ-મોન્સૂન વરસાદની પ્રવૃત્તિ વધુ મજબૂત બની શકે છે. આ સમયગાળા દરમિયાન વધુ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે, જે ઉનાળાની તીવ્રતા ઘટાડવામાં મદદરૂપ રહેશે.
નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તાજા હવામાન અનુમાનને ધ્યાનમાં રાખીને પોતાની દૈનિક પ્રવૃત્તિઓ આયોજન કરે.





