Home National Bihar Rohtas Yuvak Self Harm Shiv Mandir Incident

પત્ની સાથે ઝઘડો થતાં યુવકે ગુપ્તાંગ કાપીને ભગવાન શિવને ચઢાવી દીધું! : પછી ગળું કાપીને આત્મહત્યાનો પ્રયાસ, જાણો માનસિક વિકૃતિની ભયાનક હકીકત

rohtas incident
Published by: Suman Dabhi
Last Updated: May 06, 2026, 07:17 AM IST

rohtas incident: બિહારના રોહતાસ જિલ્લાના કુસદિહરા ગામમાં એક વિચિત્ર અને ભયાનક ઘટનાએ આખા વિસ્તારને સ્તબ્ધ કરી દીધો છે. 25 વર્ષીય યુવક વિકાસ કુમારે પોતાની પત્ની સાથેના ઝઘડા બાદ અત્યંત ગંભીર પગલું ભર્યું.

શું બન્યું?

મંગળવારે પત્ની સાથે ઝઘડો થયા બાદ વિકાસ કુમાર સીધો ગામના શિવ મંદિરે પહોંચ્યો. ત્યાં તેણે તીક્ષ્ણ હથિયારથી પોતાના ગુપ્તાંગ સંપૂર્ણપણે કાપી નાખ્યા અને તેને ભગવાન શિવને ચઢાવી દીધા. ત્યારબાદ તેણે જ તે જ હથિયારથી પોતાનું ગળું કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.

મંદિર પાસે હાજર લોકોએ આ ભયાનક દૃશ્ય જોઈને તુરંત યુવકને બચાવ્યો અને તેના પરિવારને જાણ કરી. પરિવારજનોએ તેને સાસારામની સદર હોસ્પિટલમાં લઈ જઈને દાખલ કર્યો.

ભારતના આકાશમાં હવે કોઈની નજર નહીં પડે: રશિયાએ S-400 મિસાઇલ સિસ્ટમની ડિલિવરી તેજ કરી, ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ

ડોક્ટર્સનું કહેવું

સાસારામના સિવિલ સર્જન ડૉ. મણિરાજ રંજને જણાવ્યું કે યુવકના ગુપ્તાંગ સંપૂર્ણપણે કપાઈ ગયા છે અને ગરદન પર પણ ઊંડા ઘા છે. તેમણે કહ્યું, “આ અત્યંત ગંભીર અને અસામાન્ય કૃત્ય છે. આ પાછળ માનસિક તણાવ અથવા અન્ય કારણો હોઈ શકે છે. યુવકને વારાણસી રિફર કરવામાં આવ્યો છે.”હાલમાં યુવકની સ્થિતિ ગંભીર છે અને તેને ટ્રોમા સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે. આ કેસમાં અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now