છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાંથી નકલી અને બનાવટી ચીજોના મામલા સામે આવીર રહ્યા છે. ક્યારેક નકલી પનીર પકડાય છે તો ક્યારક નકલી પોલીસ.. એવામાં રાજ્યમાંથી વધુ એક 'નકલી' નો કિસ્સો સામે આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે નોઈડાથી ચાલતા બનાવટી ચલણી નોટના રેકેટનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.
હકીકતમાં ગઈકાલે પેટ્રોલીંગ દરમિયાન અમન શર્મા પાસેથી બનાવટી ચલણી નોટ હોવાની માહિતી મળી હતી. માહિતી મળતા જ પોલીસે નાના ચિલોડા નંદીગ્રામ સોસાયટીથી રીંગરોડ તરફ જતા રસ્તા પર સાબરમતી નદીના કોતર પાસેથી અમન શર્માને ઝડપી પાડ્યો હતો. અમન શર્મા પાસેથી પોલીસને 100 રૂપિયાની કુલ 373 નોટ મળી આવી જેની કિંમત 37,300 રૂપિયા છે. મળતી માહિતી અનુસાર, આરોપીએ instagram મારફતે સંપર્ક કરીને નકલી નોટ મંગાવી હતી. તેને કુલ રૂ.50,000 ની નકલી ચલણી નોટ મંગાવી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, નોઈડાના નમન નામના વ્યક્તિ પાસેથી નકલી ચલણી આવી હતી. તેને રૂ. 9000 માં રૂ.50000 મૂલ્યની નકલી નોટ મંગાવી હતી.
આરોપી અમન શર્મા ધો. 12 સુધી ભણેલો છે. તેના પિતા અને બે ભાઈ ફર્નિચરના વ્યવસાય સાથે સંકલાયો છે.